BREAKING

જાણીતા એડવોકેટ અને ટેક્ષ કન્સલ્ટન્ટ સુનિલભાઈ પટેલે પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.


તસ્વીર -શૈલેષ રાવલ

ભાવનગર શહેરના જાણીતા એડવોકેટ સામાજિક અગ્રણી અને ટેક્સ કન્સલ્ટન્ટ સુનિલભાઈ પટેલે પોતાના દીકરા યક્ષ ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના દીકરા યક્ષ ના ૧૮ માં જન્મદિવસ નિમિત્તે પોતાના સહ પરિવાર સાથે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં રક્તદાન કરી એક સામાજિક સેવા રાષ્ટ્ર સેવાના ભાગરૂપે અને દીકરા માં સારા સંસ્કારો આવે તેવા શુભ આશયથી રક્તદાન કરી અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં લોકો પોતાના બાળકોના જન્મ દિવસ માં મસમોટા મોટા ખર્ચા કરે અને ખોટા દેખાવ કરતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં અને હાલની કોરોના પરિસ્થિતિમાં સાદાયપૂર્વક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સુનિલભાઈએ પોતાના પુત્રની જન્મદિવસની ઉજવણી કરી અને સમાજમાં એક નવો દાખડો બેસાડ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો