સૌજન્ય-વિપુલ બારડ-
ભાવનગર બ્યુરો
પાલીતાણામાં
ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગારીયાધાર
તાલુકાના માનગઢ ગામે વર્ષ ૧૯૮૪ ના હત્યાકાંડ ને યાદ કરી અને પટેલ સમાજ અને
ક્ષત્રીય સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવું વાતાવરણ ઉભું કરતા સમગ્ર જીલ્લામાં પટેલ
સમાજ અને ક્ષત્રીય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો જેને લઈ આજે પટેલ સમાજ અને
ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી અને આ ઘટના ને
વખોડી કાઢી હતી અને આગામી દિવસોમાં જો મોદી માફી નહિ માંગે તો ભાવનગર આવનાર
વડાપ્રધાનનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી.
ગત તારીખ ૨૯
તારીખ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલીતામાં ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે
આવેલા અને સભા સંબોધન દરમિયાના તેમને પાટીદાર સમાજ અને ક્ષત્રીય સમાજ વચ્ચે વર્ગ
વિગ્રહ થાય તેવા ઉચ્ચારણો કર્યા હતા, ગારીયાધાર
તાલુકામાં વર્ષ ૧૯૮૪ માં થયેલ હત્યાકાંડને જાહેર સભામાં યાદ કરી અને બન્ને
સમાજ સામસામે આવી જાય તેવા ઉચ્ચારણો કરતા બન્ને સમાજમાં ભારે રોષ ની લાગણી જન્મી
છે, હાલ આ ગામ
સહીત સમગ્ર જીલ્લામાં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ જ્યારે ભાઈચારા થી રહેતા હોય
ત્યારે માત્ર વોટબેંક માટે ૩૦ વર્ષ જૂની ઘટના ને યાદ કરી વર્ગવિગ્રહ થાય તેવા
ઉચ્ચારણો કરી હલકી કક્ષાનું રાજકારણ મોદી કરતા હોય તેવા રોષ સાથે આજે ક્ષત્રીય
સમાજના આગેવાનો અને પટેલ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ એક પત્રકાર
પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને સમાજના આગેવાનો દ્વારા આ બાબતને
વખોડી કાઢી હતી,તેમજ આ
પત્રકાર પરીષદમાં ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારાહાર્દિક પટેલના આંદોલન ને
ખુલ્લું સમર્થન આપી અને ટેકો જાહેર કર્યો હતો, તેમજ બન્ને સમાજના આગેવાનો દ્વારા ભાવનગર મોદી વિરોધ
સુત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
વધુમાં આ
પત્રકાર પરિષદ દરમિયાન પટેલ તેમજ ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતુ કે
જો મોદી આ બાબતને લઈને માફી નહિ માગે તો આગામી ચાર ડીસેમ્બરના રોજ તેઓ ભાવનગર આવી
રહ્યા છે ત્યારે કાળાવાવટા ફરકાવી અને તેમનો સખત વિરોધ કરવામાં આવશે અને જરુર
પડ્યે આંદોલન નાં માર્ગે પણ જશે અને આગામી ૯ તારીખના રોજ થનારા
મતદાનમાં પણ ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો