BREAKING

કોંગ્રેસ જ્ઞાતિ-જાતિના વાડાઓ કરી ચુંટણી લડવા નીકળી છે-જીતું વાઘાણી




સૌજન્ય-વિપુલ બારડ-ભાવનગર

ભાવનગર બ્યુરો
ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમાં તેમ રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આજે સોમનાથ દર્શને આવેલા રાહુલ ગાંધી દ્વારા સોમનાથ મંદિરની નોંધપોથી માં જાતી બાબતે કરવામાં આવેલ નોંધનો લઈને મુદ્દો ઉછળ્યો છે તે અંગે કોંગ્રેસની પ્રતિક્રિયાનો જવાબ આપતા જીતું વાઘાણીએ આજે તેમના પ્રચાર દરમિયાન તેમની પ્રતિક્રિયા આપી હતી.

 


રાહુલ ગાંધી એ સોમનાથ મંદિરના દર્શન દરમિયાન નોંધપોથી માં તેમની જાતી બિન હિંદુ દર્શાવ્યા અંગેનો મુદ્દો જોરશોર થી ભાજપ દ્વારા ઉછાળવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસના પ્રચારમાં આવેલ સચિન પાયલોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા આ ખોટા ન્યુઝ ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હતું કે આ કોઈ મુદ્દો નથી પરંતુ હક્કિત છે, કારણ કે રાહુલ નું કુળ જ ખોટું છે તો પછી તેમની પાસેથી સાચાની અપેક્ષા કેમ રાખી શકાય, તેમના દાદી અને પરદાદા ના સમયથી જુઠાણા ફેલાવાનું કામ થઈ રહ્યું છે.સોમનાથ ની ધરતી પર કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે અવી શકે છે પરંતુ ચુંટણીના સમયે જ્ઞાતિ-જાતિના વાડાઓ ઉભા કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. વધુમાં જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે જ્યારે સોમનાથ નો જીણોદ્ધાર કરવાનો હતો ત્યારે રાષ્ટ્રપતિ ને ત્યાં જવાની ના કોને પાડી હતી? તેઓ ગુજરાતમાં છે ત્યારે આ અંગે તેઓ ખુલાસો કરતા જાય, તેઓ ગુજરાતમાં કેટલીય વખત આવ્યા છે પરંતુ ચુંટણી સમયેજ તેઓને મંદિરોમાં જવાની કેમ યાદ આવ્યું, તેઓ એજ સોમનાથ મંદિરની નોંધપોથીમાં લખાણ કર્યું છે, તેમને જ જાતિના ખાના માં બિન હિંદુ નો ઉલ્લેખ કર્યો છે ભાજપ દ્વારા કોઈ ભ્રામક પ્રચાર નથી પરંતુ આ હકીકત છે અને એજન્ડા વગરની નો કોંગ્રેસ જ્ઞાતિ-જાતી ના વાડાઓ ઉભા કરી અને ચુંટણી લડી રહી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો