BREAKING

ભાવનગર શહેર ના મફતનગર વિસ્તારના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી.



ભાવનગર 
વિકાસની વાતો કરતી ભાજપ સરકાર હોય કે અગાઉની કોંગ્રેસ સરકાર પરંતુ આજદિન સુધી રાજ્યના અનેક ગામો અને શહેર ના અનેક વિસ્તારો આજે પાયાની સુવિધા થી વંચિત છે .નેતાઓ ના વાયદા સાંભળી ને થાકી ગયેલા લોકો હવે ચુંટણી સમયે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે .ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર નું મફતનગર કે જ્યાં આજે પણ કોર્પોરેશન દ્વારા પાણી નથી આપવામાં આવતું કે નથી રસ્તા બનાવ્યા ત્યારે નારાજ આ વિસ્તાર ના લોકોએ આજે પોતાની નારાજગી વ્યક્ત કરતા તમામ રાજકીય પક્ષો ને મત નહિ આપવાનું નક્કી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે .

આઝાદી ના ૭૦ વર્ષ બાદ પણ હજુ અનેક ગ્રામ્ય વિસ્તારો અને શહેર ના અનેક વિસ્તારો આજે પણ ૧૯ મી સદી માં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે .આઝાદ ભારત માં કોંગ્રેસ જે ભાજપ ની સરકાર હજુ તેમની પ્રજાને પાયાની સુવિધા આપવામાં હજુ અસફળ રહી છે . કોંગ્રેસ ની સરકારથી નારાજ લોકોએ વિકાસ ના મુદ્દે ભાજપ ને,મત આપ્યા પરંતુ ૨૨ વર્ષના ભાજપ ના શાસન માં પણ હજુ અનેક વિસ્તારો પાયાની જરૂરી સુવિધા ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે .ભાવનગર ના પશ્ચિમ વિધાનસભા વિસ્તારનો મફતનગર વિસ્તાર કે ક્યાં આઝાદી ના ૭૦ વર્ષ બાદ પણ દુનિયા જયારે ૨૧ મી સદી માં જઈ રહી છે ત્યારે તેઓ ૧૯ મી સદીમાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે .આ વિસ્તાર માં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા પાણી પહોચાડી શકી નથી કે આ વિસ્તાર ના રસ્તા ને પાકા નથી કરી  શકી ત્યારે આ વિસ્તાર ના લોકો પોતાના વિસ્તાર માં જરૂરી સુવિધા ની રાહ જોઈ રહ્યા છે .આ વિસ્તાર કે જે હાલ ભાજપ ગુજરાત અધ્યક્ષ જીતું વાઘાણી નો મત વિસ્તાર છે .આજે જીતું વાઘાણી પોતાના મત વિસ્તારમાં જયારે વિકાસ કર્યો છે વિકાસ કર્યો છે બુમ સાથે પોતાનો પ્રચાર બાઈક રેલી મારફતે કરી રહ્યા ત્યારે તેમના જ મતવિસ્તાર ના લોકો નારાજ થઇ ને વિકાસ ક્યાં થયો છે તેમના વિસ્તાર નો તેમ કહી તેમના વિસ્તાર માં ભાજપ-કોંગ્રેસ જે કોઈપણ પક્ષના લોકોએ મત માંગવા આવવું નહિ તેમ જણાવી મતદાન નો બહિષ્કાર કર્યો હતો.મફતનગર વિસ્તાર કે જ્યાં ભરવાડ-કોળી-સાધુ અને મુસ્લિમ સમાજના લોકો રહેતા હોય અને ખુબ એકતા સાથે તમામ લોકો આ વિસ્તાર માં રહેતા હોય ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા તેમની પાયા ની સુવિધા ને લઇ ને નેતાઓ મુર્ખ બનવતા હોય જેથી આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મતદાન બહિષ્કાર ના બેનર સાથે મતદાન બહિષ્કાર ની ચીમકી આપી તેમની પાયા ની જરૂરત પૂરી કરવા માંગ કરી છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો