BREAKING

સ્મશાનમાં નવદંપતિએ મોરારીબાપુ ની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં પાડયા.



બ્યુરો રિપોર્ટ.મહુવા

સ્મશાન એટલેકે જીવન ની અંતિમ સફર, સ્મશાન કે જ્યાં હિંદુ સમાજના લોકો ને અગ્નિદાહ આપી અંતિમવિધિ કરવામાં આવે છે .આવા જ એક સ્મશાન કે જ્યાં આજે એક નવદંપતી એ પોતાના દાંપત્યજીવન નો પ્રારંભ કર્યો છે .મહુવા ના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુ ની ઈચ્છા ને લઈને આજે એક સાધુ યુવક યુવતી સ્મશાનમાં ચીતા ના ખાટલા પર અગ્નિ પ્રગટાવી તેની  ફરતે ફેરા ફરી લગ્નગ્રંથી થી જોડાયા હતા.

આજનો માનવી કઈ અવનવું કરવાની પ્રેરણા થી પ્રેરિત છે.જેમાં લોકો ની પ્રેરણા પણ સામેલ હોય છે .કથાકાર મોરારીબાપુ દ્વારા વારાણસી ખાતે “મસાણ માનસ “કથા નું થોડા સમય અગાઉ આયોજન કર્યું હતું.જેમાં તેમણે સ્મશાનમાં એક લગ્ન કરવવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી.તેમની એ ઈચ્છા આજે તેમના ગામ તલગાજરડા ખાતે પૂર્ણ થઇ હતી.સ્મશાન વિષે ની વાત કરીએ તો સ્મશાન માં શિવ-પાર્વતી નો વાસ છે .સ્મશાન વિષે ઘણી અંધશ્રદ્ધા લોકોમાં ફેલાયેલી છે તેમજ હિંદુ મહિલાઓ સ્મશાન માં મોટા ભાગે નથી જતી. તેમજ લોકોને રાત્રીના સમયે સ્મશાન માં જતા ભય ની અનુભીતી થાય છે.ત્યારે આવા અનોખા સ્થળ પર આજે એક સાધુ યુવક યુવતી લગ્નગ્રંથી થી જોડાયા હતા.સ્મશાન ને લાઈટ ડેકોરેશન થી સજાવવામાં આવ્યું હતું.તલગાજરડા ખાતે ના સ્મશાનમાં મહુવાના વાછરડા વીર મંદિર ના પુજારી ઘનશ્યામ મહારાજ કે જે પારુલ નામની યુવતી સાથે આજે લગ્નગ્રંથી થી જોડાયા હતા.સ્મશાન કે જેને શિવવાડી પણ કહેવાય છે જ્યાં ડી જે ના તાલે જાનૈયા ઝૂમ્યા હતા તેમજ ચીતા ના ખાટલા માં અગ્નિ પ્રગટાવી તેની ફરતે ફેરા ફરી લગ્નજીવન નો પ્રારંભ કર્યો હતો.આ લગ્ન સમયે કથાકાર મોરારીબાપુ પણ ખાસ હાજર રહ્યા હતા જેમને દંપતી ને ચાંદલા કરી આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ મોરારીબાપુ કે જે કોઈપણ સમૂહ લગ્નમાં દંપતી ને ટીવી આપે છે ત્યારે આ દંપતી ને ટીવી ને બદલે ૩૧૦૦૦  રૂ.રોકડા આપ્યા હતા તેમજ સાથે આવેલા જાનૈયા ને કપડા ની જોડી આપવામાં આવી હતી.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો