ભાવનગરમાં આજે રાજપૂત સમાજ દ્વારા પરેશ રાવલ ના પુતળા નું દહન કરવામાં આવ્યું હતું.પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલા નિવેદન ના પગલે નારાજ રાજપૂત સમાજ અને કરની સેના દ્વારા નિલમબાગ સર્કલ ખાતે પુતળા દહન કરી માફી માંગવાની માંગ કરી છે .
પરેશ રાવલ ના નિવેદન કે જેમાં સરદાર પટેલ અનેક રાજવી પરિવાર અને વાંદરાઓ ને સીધા કરી નાખ્યા છે .જેમે લઈને રાજપુત્ સમાજ ભારે રોષે ભરાયો છે .નારાજ રાજપૂત સમાજ દ્વારા આજે નિલમબાગ સર્કલ ખાતે પરેશ રાવલ ના પુતળા નું દહન કરવામાં આવ્યું હતું.તેમજ ભારે સુત્રોચ્ચાર કરી પરેશ રાવલ ને માફી માંગવા જણાવ્યું હતું.તેમજ જો તે માફી નહિ માંગે તો આગામી ૨૯ તારીખે તે જો પાલીતાણા આવશે તો તેનો ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે.તેમજ ભાજપ અને કોંગ્રેસ ના ક્ષત્રીય નેતા ને પણ આ બાબતે સમાજનો સાથ આપવા તાકીદ કરી છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો