ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ ના ભાજપના ઉમેદવાર જીતું વાઘાણી દ્વારા એક ભવ્ય રોડ-શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો બાઈક સાથે જોડાયા હતા, સાથે સાથે મન કી બાત અને ચાય પે ચર્ચા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મન કી બાત કાર્યક્રમનો સમય થઈ જતા ચાલુ રોડશો માં જ મોદી ની મન કી બાત સાંભળી હતી.
વિધાનસભાની ચુંટણીને લઈને દરેક ઉમેદવારો મત મેળવવા હવે મેદાને પડ્યા છે અને પોતપોતાની રીતે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી દ્વારા પણ તેમના વિસ્તારમાં ચુંટણી પ્રચાર નો પ્રારંભ કર્યો છે, જો કે પ્રદેશ બન્યા બાદ તેમના મત વિસ્તારના વિવિધ વિસ્તારો માં ભાગ્યેજ જોવા મળતા જીતું વાઘાણી આજે એક વિશાલ રેલી લઈને કુંભારવાડા સહિતના તેમના વિસ્તારોમાં નીકળ્યા હતા.બાઈકો, કાર સહિતના વાહનો સાથેની વિશાળ રેલી સાથે જીતું વાઘાણીએ ચુંટણી પ્રચાર કર્યો હતો, સાથે સાથે આજે વડાપ્રધાન મોદી મનકી બાત કરવાના હોય તે અંગે ચાય પે ચર્ચા અને મનકી બાત સંભાળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હતો પરંતુ રેલી દરમિયાન મનકી બાત કાર્યક્રમ શરુ થઈ જતા જીતું વાઘાણી એ કુંભારવાડા વિસ્તારમાં શેરીમાં જ ખાટલો પથારી લોકો સાથે મનકી બાત સાંભળી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો