BREAKING

ભાવનગર પૂર્વ માંથી વિભાવરીબેન દવે એ આનંદીબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું.



આજે ભાવનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં ૧૦૪ ભાવનગર પૂર્વના ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવેએ ફોર્મ ભર્યું હતું. વિભાવરીબેન દવેના ફોર્મ ભરવા માટે ભાવનગર આવેલા આનંદીબેન પટેલે સૌપ્રથમ અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ વિભાવરીબેન દવેના ચુંટણી કાર્યાલયનો દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સભાને સંબોધી હતી અને જીલ્લા કલેકટર કચેરી ખાતે ૧૨:૩૯ ના શુભ મુહુર્તમાં વિભાવરીબેન દવે સાથે ફોર્મ ભરવામાં હાજર રહ્યા હતા.


આજે ૧૦૪ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. મહિલા ઉમેદવાર વિભાવરીબેન દવેના ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને પ્રથમ મહિલા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે ભાવનગર આવી પહોચ્યા હતા. સૌપ્રથમ અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરી વિભાવરીબેન દવે ના ચુંટણી કાર્યાલય પર પહોચ્યા હતા.જ્યાં તેમને દીપ પ્રાગટ્ય કરી કાર્યાલય નો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો ના સ્વાગત સાથે એક સભાને સંબોધી હતી.જેમાં વિભાવરીબેન દવે ને ત્રીજી વાર જંગી બહુમતી થી ચૂંટી કાઢવા હાંકલ કરી હતી.વિભાવરીબેન દવે ના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યાર બાદ વિભાવરીબેન દવે આનંદીબેન પટેલ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા જ્યાં તેમને ૧૨:૩૯ ના શુભ મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો