BREAKING

જીલ્લા ચુંટણી તંત્ર અને માજી સૈનિક સંગઠન દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ.




ભાવનગર બ્યુરો.

આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આજે ભાવનગરમાં રીટાયર્ડ આર્મી જવાનો તેમજ ભાવનગર સુરક્ષા સંગઠન દ્વારા શિવાજી સર્કલ ખાતેથી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અંગેના બેનરો સાથે ની આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાયા હતા.આ બાઈક  રેલી શહેરના માર્ગો પરથી પસાર થઇ હતી અને લોકોને વધુ વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી.

ચુંટણી માં મતદાન કરવું એ લોકો માટે ખુબ જરૂરી છે .લોકોમાં હજુ પુરતી મતદાન અંગે જાગૃતિ ના હોય ત્યારે ચુંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યારે રીટાયર્ડ આર્મી જવાનો તેમજ ભાવનગર સુરક્ષા સંગઠન દ્વારા શિવાજી સર્કલ ખાતેથી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મતદાન જાગૃતિ ના બેનરો સાથે થી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી અને લોકોને ચુંટણી પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો