BREAKING

ચુંટણી ફરજમાં આવેલ એસ.એસ.બી ના એ.એસ.આઈ નું હાર્ટએટેક થી અવસાન, તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપાયુ.






ભાવનગરમાં ચૂંટણી ફરજ માટે રાજસ્થાનના એસ.એસ.બીના એ.એસ.આઈ હૃદયરોગના હુમલાથી મોત આજે સવારે મોત નીપજતા શહીદ જવાનના પાર્થિવ દેહને ભાવનગર પોલીસ હેડકવાર્ટર ખાતે આન બાન અને શાન થી ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમના માદરે વતન રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો.

ભાવનગર વિધાનસભાની ચુંટણી અર્થે બંદોબસ્તમાં આવેલા અર્ધ લશ્કરી દળ એસ.એસ.બીના આસીસ્ટન્ટ સબ.ઇન્સ્પેકટરને હલુરિયા ચોકમાં આવેલી રાજગોર બ્રામ્હણ વાડીમાં ઉતારોમાં હોય વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. ભાવનગર વિધાનસભાની ચુંટણી માટે ઉત્તર પ્રદેશથી બંદોબસ્તમાં આવેલી એસ.એસ.બી. ૭૦૪ એફ કંપનીને હલુરિયા ચોકમાં આવેલી રાજગોર બ્રામણની વાડીમાં ઉતારો આપવામાં આવ્યો હતો. મતદાન સંપન્ન થયા બાદ મતગણતરી માટે એસ.એસ.બી.૭૦૪એફની કંપની સ્ટ્રોંગ રૂમના બંદોબસ્ત માટે ભાવનગરમાં રોકાયેલી હતી તે દરમિયાન અર્ધલશ્કરી દળના આસીસ્ટન્ટ સબ.ઇન્સ્પેકટર મૂળ રાજસ્થાનના ગંગાનગર જીલ્લાના કેસરીપુરના વતની ૪૫ વર્ષીય લેખરામ પ્રેમારામ રામને વહેલી સવારે હૃદય રોગનો તિવ્ર હુમલો આવતા તેને બેભાન હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, તેમના મૃત્યુના સમાચાર મળતા ભાવનગર પોલીસ વડા પી.એલ માલ તેમજ વહીવટી અને ચુંટણી અધિકારી હર્ષદ પટેલ,એસ.એસ.બીમાં ડી.આઈ.જી સુધીર વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ આવી પહોચ્યા હતા, મૃતકના પાર્થિવ દેહને આન-બાન અને શાન થી ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્ય હતા જ્યાં જીલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી, જીલ્લા પોલીસ વડા, તેમજ એસ.એસ.બીના અધિકારીઓ દ્વારા ગાર્ડઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી અને બાદમાં તેમના દેહને તેમના વતન રાજસ્થાન રવાના કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો