ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત
ગમત અધિકારી કચેરીદ્વારા અને પાલિતાણા એજયુકેશન સોસાયટી સંચાલીત પી.એન.આર. શાહ
મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી રાજય કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું આજથી
બે દિવસ માટે પાલીતાણા ખાતે પ્રારંભ થયો જેમાં વિવિધ સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લઈ
અને તેની કળા ના ઓજસ પાથરશે,
પ્રતિભાશાળી કલાકારોમાં રહેલ શક્તિને બહાર
લાવવા અને તેમને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તેમને પ્રોત્સાહિત કરવાના
હેતુ થી ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા અને પાલિતાણા
એજયુકેશન સોસાયટી સંચાલીત પી.એન.આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી
રાજય કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૧૭નું આજે પાલીતાણા મહિલા કોલેજ ખાતે પ્રારંભ
થયો, પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા હસ્તે દિપ પ્રાગટય કરી આ
કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા યુવા આધિકારી, પાલીતાણા
એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રહ્યા હતા.
બે દિવસ દરમિયાન આ કાર્યક્રમ પાલીતાણા ની મહિલા કોલેજ અને સી.મો. વિદ્યાલય ખાતે
યોજાશે.
આ કાર્યક્રમના પ્રારંભે એક
ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ રાજયની લોકનૃત્યની ટીમ પોતાના નૃત્યની પ્રસ્તુતિ
કરવામાં આવી હતી. આ રાજય કક્ષા યુવા ઉત્સવમાંબે દિવસ દરમિયાન ગુજરાત રાજયના ચાર
ઝોન ઉતર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત
ઝોનની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર કલાકારો
રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર છે. રાજયના સંભવિત 800થી 900
કલાકાર ભાઇઓ બહેનો બે દિવસ ખુબ જ ઉત્સાહથી તેમની કલાના ઓજસ પાથરશે,
બે દિવસ યોજાનાર યુવા
મહોત્સવમાં લોકનૃત્ય, એકાંકી નાટક, લોકગીત, ભજન, સમુહગીત, લોકવાદ્ય,
લોકવાર્તા, વકતૃત્વ, શાસ્ત્રીય
નૃત્ય કથ્થક, ભારતનાટયમ જેવી કુલ 33 સ્પર્ધાનુ
આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં એક થી ત્રણ માં આવનાર સ્પર્ધકો જયપુર ખાતે
પર્ફોમન્સ આપશે, આ માટે ગાંધીનગરમાં તરી દિવસીય એક શિબિર નું પણ આયોજન કરવામાં
આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો