BREAKING

તળાજા માં તસ્કરો બેફામ, આંઠ દુકાનોના તાળા તૂટ્યા,તસ્કરો સીસીટીવી માં કેદ




તળાજા બ્યુરો

તળાજામાં તસ્કરો બેફામ બન્યા છે ગતરાત્રીના સમયે તળાજા ની મેઇન બજારમાં લગભગ 8 કરતા વધુ દુકાનોના તાળા તુટ્યા હતા

ભાવનગરના તળાજા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ગત મોડીરાત્રી ના સમયે તસ્કરોએ એક સાથે મેઈન બજારમાં આંઠ કરતા વધુ દુકાનો ના તાળા તોડી અને તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા, સવારે જ્યારે વેપરીઓ કામધંધા પર આવ્યા ત્યારે દુકાનો ના તાળા તૂટેલા જોતા તેઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જો કે તસ્કરો દુકાન ના તાળા તોડી અને શટર ઉંચા કરી દુકાનમાં પ્રવેશતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી માં કેદ થઈ ગયા હતા જો કે તેઓ એ મોઢા પણ રૂમાલ બાંધ્યા હોય તેમના ચહેરા દેખાતા નથી, આ સમગ્ર ઘટના થઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો