BREAKING

જીતુભાઈ વાઘાણીના હસ્તે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત.


રીપોર્ટ-વિપુલ બારડ
અલંગ વિસ્તાર વિકાસ સતા મંડળ ની રચના થયા બાદ આજે અલંગ ખાતે ગુજરાત પ્રદેશ ભાજઅધ્યક્ષ  જીતુભાઈ વાઘાણીના હસ્તે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અલંગ વિસ્તાર વિકાસ સતા મંડળના હેઠળ ૧૭ ગામોમાં આવે છે જેમાં સતા મંડળ દ્વારા ૧૭૦૦ કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધા પૂરી કરવામાં આવશે.

વિશ્વવિખ્યાત અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ જે ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન છે, ૨૦૦૬ ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા અલંગ અને આજુબાજુના ગામોનો વિકાસ થાય તે માટે અલંગ વિસ્તાર વિકાસ સતા મંડળ ની રચના કારવામાં આવી છે, આ વિકાસ સત્તા મંડળ માં તળાજા તાલુકાના ૧૦ ગામો અને ઘોઘા તાલુકાના ૭ ગામો નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ માં ઓડા અને ભાવનગરમાં બાડાહેઠળ આવતા ગામોમાં વિકાસના કામો આ સત્તા મંડળ કરે છે તેમાં અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ આવા કામો કરશે. ત્યારે આ વિકાસ ના કામો માં આજે આ સતા મંડળના કાર્યાલય ના બિલ્ડીંગ નું ખાત મુર્હત આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.

અલંગ ખાતેના જી.એમ.બી. સ્ટાફ ક્વાર્ટ્ર્સ કમ્પાઉન્ડમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ બિલ્ડીંગ કુલ ૯૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેમાં ચેરમેન થી લઈ સતા મંડળના આધિકારીઓની ચેમ્બર સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ જીતું વાઘાણી, અલંગ વિકાસ વિસ્તાર સત્તા મંડળ ના ચેરમેન ગીરીશ શાહ સહિતના ભાજપના આગેવાનો તેમજ જીએમબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જો કે આ કાર્યક્રમ દરમિયાન આજુબાજુના ગામોના સરપંચોનું એક પ્રતિનિધિ મંડળ આ અંગે રજૂઆત કરવા માટે દોડી આવ્યું હતું જેમાં જીતું વાઘાણીએ તેમની રજૂઆત સાંભળી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો