BREAKING

ધારીના ભાદેર ગામે ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતા પાંચ લોકો દાજ્યા.


અમરેલી તાલુકાના ધારી તાલુકાના ભાદેર ગામે ગઈકાલે સાંજના સમયે ચા બનાવતી વેળાએ અચાનક ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતા પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાજી જતા તમામ ને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાદમાં તમામ ને વધુ સારવાર માટે ભાવનગર ની સર.ટી હોસ્પિટલ ખસેડવાના આવ્યા હતા.

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ભાદેર ગામે રહેતા ધીરજભાઈ ચૌહાણના પત્ની ચા બનાવતા હતા ત્યારે અચાનક ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતા પરિવારના તમામ સદસ્યો દાજી ગયા હતા. પરિવારના ધીરજભાઈ અને તેની પત્ની શ્રીદેવી સાથે નાના બાળકોમાં ૫ વર્ષીય હિમાંશુ૮ વર્ષીય દેવ,૨ વર્ષીય ખુશી નામની દીકરી મળીને સમગ્ર પરિવારના સદસ્યો દાજી ગયા હતા જે તમામ ને ગંભીર હાલતે પ્રથમ અમરેલી અને ત્યાર બાદ વધુ સારવાર માટે  ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમાં બાળકી ૨ વર્ષીય ખુશીની અને તેની માતા શ્રીદેવીબેનની હાલત અતિ ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો