BREAKING

લાંચ કેસમાં બે પોલીસ કર્મીઓને ૧૦ -૧૦ વર્ષ ની સજા અને દંડ ફટકારતી કોર્ટ




તસ્વીર-વિપુલ બારડ

શહેરના ઘોઘા રોડ શિવાજી સર્કલ નજીક સાડા ત્રણ વર્ષ પૂર્વે રૂા.ર હજારની લાંચ લેતા ઝડપાયેલા પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને અત્રેની એડીશ્નલ સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિએ બંનેને તકસીરવાન ઠેરવી બન્ને ને જુદી જુદી કલમો અન્વયે કુલ ૧૦ વર્ષ ની સજા અને ૧૫ હજાર ની દંડ ની સજા ફટકારવામાં આવી છે.
        
સમગ્ર કેસની વિગત જોઈએ તો શહેરના ઘોઘા રોડ ઉપર રહેતા મુકેશભાઇ ભરતભાઇ દિહોરા ગત 4/5/013માં રાત્રીના સુમારે તેના મિત્ર સમીરભાઇ સાથે માલણકા રોડ ઉપર કુદરતી હાજતે જવા નિકળ્યા ત્યારે ઘોઘા રોડ પોલીસ મથકની પીસીઆર વાન આવી હતી અને બંનેને ધમકાવતા કહેલ કે તમો અહી યુવતિઓ લાવી બદકામ કરો છો તમને ફીટ કરી દેવા પડશે જો આમ ન કરવુ હોય તો રૂા.૧૫ હજાર આપવા પડશે તેમ હેડ કોન્સ્ટેબલે માંગ કરી હતી. બંનેએ બીજા દિવસે મળશુ તેમ જણાવ્યુ હતુ. બીજા દિવસે મુકેશભાઇ અને તેનો મિત્ર પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ રમુભા ગોહિલને મળી પૈસાની સગવડ નથી હાલ રૂા.1 હજાર રાખો રૂા.ર હજાર આવતીકાલે આપી દઇશ તેમ કહી રૂા.1 હજાર આપ્યા હતા. ત્યારબાદ મુકેશભાઇએ ભાવનગર એસીબીમાં ફરિયાદ કરતા એસીબી પીઆઇ એ.કે પરમારએ તા૬-૫-૨૦૧૩ના ના રોજ શિવાજી સર્કલમાં છટકુ ગોઠવ્યુ હતુ. એસીબી પીઆઇ પરમારએ ગોઠવેલા છટકા મુજબ મુકેશભાઇએ પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ દિલિપસિંહ રમુભા ગોહિલ અને લોક રક્ષક દળ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને રૂા.ર હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

રૂા.બે હજારની લાંચ લેતા ઝડપાયેલા બંને પોલીસ કર્મીઓનો કેસ અત્રેની 4થી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની તર્કબધ્ધ દલીલો અને સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાને  ગ્રાહ્ય રાખી એડીશ્નલ સેશન્સ જજ કુ.કે.આર.પ્રજાપતિએ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ રમુભા ગોહિલ અને કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને તકસીરવાન ઠેરવ્યા હતા અને બન્ને ને ત્રણ, ત્રણ અને ચાર એમ કુલ દસ વર્ષની તેમજ ૧૫ હજારનો દંડ ની સજા ફટકારી હતી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો