BREAKING

પાલીતાણા ડેપો ની દેડરડાં ભાવનગર એસટી બસ ભડકે બળી....


ઉનાળાની શરૂઆત થતા જ આગજની ના બનાવો ની સંખ્યા વધી રહી છે, માત્ર પાલીતાણા માં જ બે દિવસના ત્રણ આગના બનાવો બન્યા છે, આજે પાલીતાણા ના સરોડ ગામ નજીક એસટી બસ અચાનક ભડભડ સળગી ઉઠી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી.

આજે સવાર ના સમયે પાલીતાણા ડેપો ની ભાવનગર- દેડરડાં રૂટની એસટી બસ ભાવનગર થી દેડરડાં જઈ રહી હતી ત્યારે પાલીતાણા નજીક આવેલ સરોડ ગામ પાસે પહોંચતા બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતા બસ માં આગ લાગી હતી, જો કે બસના ડ્રાઈવર અને કંડકટર ની સમયસુચકતા ના કારણે બસ માં સવાર તમામ મુસાફરો ને તાકીદે બસ માંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને જેવા મુસાફરો નીચે ઉતાર્યા કે તુરતજ બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવે તે પહેલા મોટા ભાગની બસ આગ ની જપેટ માં આવી ગઈ હતી, ફાયર સ્ટાફે આવી બસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો, સદનસીબે ડ્રાઈવર અને કંડકટર ની સમય સુચકતા ના કારણે મુસાફરો ના જીવ બચ્યા હતા..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો