BREAKING

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાતા હડકંપ


 

- શહેરમાં કોરોનાના 15 અને જિલ્લામાં 4 કેસ નોંધાતા ફફડાટ

કોરોના વાયરસના કેસ ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે તેથી લોકોમાં હડકંપ મચી જવા પામેલ છે. આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૧પ અને જિલ્લામાં ૪ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા, જેમાં ૧૦ પુરૂષ અને પ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા છે, પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના પાણીયાળા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે રપ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧પ અને તાલુકાના ૧૦ દર્દીનો સમાવેશ થાય છે. 

આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૪પપ૦ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૧૪૦ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૩૩પ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. કોરોનાથી બચવા લોકોએ માસ્ક, સામાજીક અંતર, સાબુથી હાથ ધોવા વગેરે નિયમનુ પાલન કરવુ ખુબ જરૂરી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો