BREAKING

કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઇચ્છતા ભાવનગર તાલુકાના ખેડૂતોએ આગામી તા.29 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૦ ઓગસ્ટ માસ દરમિયાન થયેલ વરસાદ તથા ઉપરવાસથી છોડવામાં આવેલ પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતી પાકોને નુકશાન થયેલ હોવાનુ જણાય આવેલ જેને ધ્યાને લેતા રાજ્ય સરકારશ્રી દ્વારા “કૃષિ રાહત પેકેજ”ની જાહેરાત કરેલ છે. જેમા ભાવનગર સિટી તાલુકાના ગામોને સદર કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા અંગે વિવિધ મળેલ રજુઆતને ધ્યાને લેતા રાજ્ય સરકારશ્રી દ્વારા ભાવનગર સિટી તાલુકાના ૦૯ ગામો સિદસર, નારી, તરસમિયા, અકવાડા, ફુલસર, વડવા, ચિત્રા, રૂવા અને અધેવાડા ખેડુત ખાતેદારે ઓનલાઇન અરજી કરવા માટે સરકારશ્રી દ્વારા તા.૨૯/૧૧/૨૦૨૦ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો સદર ગામોના જે ખેડુતોને ખરીફ પાકમાં નુકશાન થયેલ હોય તેવા ખેડુતોએ ભાવનગર તાલુકા પંચાયત ખાતે ખેતીવાડી શાખામાં ભાવનગર સિટીના ગ્રામસેવકશ્રી પાસેથી સમયમર્યદામાં રહી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨ અને ૮-અ ની નકલ વાવેતરની નોંધસાથે, આધારકાર્ડની નકલ, IFSC કોડ સાથેની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ઓરીજનલ ચેક, જો ખેડુત સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પત્રક રજુ કરવાનુ રહેશે. જમીનના એક ખાતા નંબર પર એક જ અરજી કરવાની રહેશે. સંયુક્ત ખાતેદારની અનુઉપસ્થિતીમાં લાભ મેળવનાર ખાતેદારનુ કબુલાતનામુ રજુ કરવાનુ રહેશે. તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો સાથે અરજદારશ્રીએ પોતે રૂબરૂ ઓનલાઇન અરજી કરવા અનુરોધ છે. ખેડુતોએ અરજી કરવા માટે કોઇ પણ પ્રકારનુ ચુકવણુ કરવાનુ રહેશે નહી. ખેડુતોની અરજી સ્વિકારવાની અંતીમ તા.૨૯-૧૧-૨૦૨૦ છે ત્યારબાદ અરજીફોર્મ સ્વિકારવામાં આવશે નહી. ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન અરજીફોર્મની સાથે જરૂરી સાધનિક કાગળ ભાવનગર તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં અવશય જમા કરાવવાના રહેશે. જેની ખાસ નોંધ લેવા ખેતીવાડી ખાતુ, ભાવનગર તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો