BREAKING

ભાવનગર ખાતે આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સ અને તેની આપણા ભવિષ્ય ઉપર અસર વિશે ૩૨મી ગુજરાત સાયન્સ કોંગ્રેસ માં રસપ્રદ વ્યાખ્યાન

ભાવનગર

ગુજરાત સાયન્સ એકેડેમી, સી. એસ. આઈ. આર.ની ભાવનગર ખાતે આવેલ કેન્દ્રીય નમક  વ સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન (સી. એસ. એમ. સી. આર. આઈ.) અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસ હેઠળ ૩૨મી ગુજરાત સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્લોરીડા એટલાન્ટીક યુનિવર્સિટી, અમેરિકાના પ્રો અભિજિત પંડ્યાએ આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સના આવનારા ભવિષ્યમાં રોબોટની ઉપયોગીતા વિષેની માહિતી આપી. 

વ્યાખ્યાન દરમિયાન તેમણે આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સ માટેનો લાઈવ ડેમો આપ્યો. જેમાં મનુષ્યની ઇમેજ  ઉપરથી તેમની ઉંમર અને લિંગભેદ એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો તફાવત તેમના કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા પ્રદર્શિત કર્યો. આ ઉપરાંત રસ્તા ઉપર ચાલતા વાહનો માટે ઇન્ફ્રારેડ સેન્સરના ઉપયોગથી મનુષ્યની સલામતી માટે આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેમના ઉપર ડેમો બતાવ્યો. પૂર જેવી પ્રાકૃતિક વિપદાઓ દરમ્યાન સમયસર પાણીના નિકાલ માટે કેવી રીતે રોબોટિક સિસ્ટમની ઇન્ટેલિજેન્સ દ્વારા વધારાના પાણીનો સમયસર નિકાલ થાય અને મનુષ્ય તેમજ સંપત્તિનું નુકસાન થયા વગર યોગ્ય દિશામાં પાણીના પ્રવાહનું માર્ગાન્તર થઈ શકે તે દર્શાવ્યું. આર્ટીફીશિયલ ઇન્ટેલિજેન્સના કેટલાક ઉપયોગો અને ઉદાહરણો છે કે જે અસરકારક આગાહી  અને આપમેળે શીખવાની ક્ષમતા દ્વારા મનુષ્ય જેવી બુદ્ધિમત્તાનો વિકાસ કરે છે. જેમકે  સિરી અને અલેક્સા જેવા સ્વર સંચાલિત મદદનીશો જેવા પ્રોગ્રામ હાલમાં પ્રચલિત છે.

અને અંતમાં પ્રો પંડ્યાએ ભારત દેશમાં રોબોટિક્સ સંશોધનમાં પ્રગતિ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો જેથી આવનારા સમયમાં ભારત આ ક્ષેત્રમાં સફળતાનાં શિખરો સર કરી શકે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો