ભાવનગર
છેલ્લા ત્રણ
દિવસથી ભાવનગર શહેર
ગરમીના તીવ્ર મોજામાં
સપડાયું છે, ત્યારે આજે
શહેરમાં સતત ત્રીજા
દિવસે ૪૪ ડિગ્રી
સેન્ટિગ્રેડ તાપમાન સાથે પ્રખર
હિટ વેવ છવાયેલો
રહ્યો હતો. મે
મહિનાનો આરંભ થયાને આજે સતત તીજા દિવસે
પણ આખો બપોરે
૪૪ ડિગ્રી તાપમાન
રહેતા લોકો
રીતસરના આકળાયા હતા અને તડકાથી અને લૂ થી બચવાના પ્રયત્નો કરતા નજરે ચડી રહ્યા હતા,
છેલ્લા ત્રણ
દિવસથી સમગ્ર ગુજરાતમાં
ભાવનગર શહેર સૌથી
ગરમ શહેર બની
રહ્યું છે. આજે
સતત ત્રીજા દિવસે
૪૪ ડિગ્રી સેન્ટિગ્રેડની દાહક ગરમી ભાવેણાવાસીઓએ અનુભવી હતી. ગરમી માંથી
મુક્તિ મેળવવા સગવડતા
ધરાવતા લોકો તો એસી ઓફીસ માંથી બહાર નીકળવા જ ટાળી રહ્યા છે, જ્યારે મજુર અને આમ
જનતા સર્કલ અને બગીચાઓમાં
ટાઢે છાયે આરામ કરતા જોવા મળી
રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગરનું તાપમાન ૪૪ ડીગ્રીની આસપાસ
રહ્યું હતું જ્યારે આજે પણ બપોર બાદ ૪૪ ડીગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. જો કે આજે
થોડો પવન ફૂકતા ગરમીમાં રાહત જોવા મળી હતી. શહેરમાં ઉનાળાના
કહેરથી નગરજનો ગરમીમાં
ઠંડક માટે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, બરફગોળા, જ્યુસ,
શેરડીનો રસ, છાશ, ગુલાબ,
વરિયાળી, અને લીંબુ સહિતના
શરબતનો આશરો લેતા
જોવા મળે છે.તો પશુ પંખી પણ તેમની રીતે તડકા થી અને ગરમી થી
બચવા માટે ના પ્રયાસો કરતા નજરે પડી રહ્ય છે.
ડો.એમ
આર.કાનાણી-એમ.ડી-ફીજીશીયન
જો કે દિવસે ને દિવસે વધી રહેલ તાપમાનના કારણે લોકોમાં
લૂ લાગવાના કે સનસ્ટ્રોકના બનાવો વધવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે ભાવનગર
જીલ્લામાં અત્યાર સુધીમાં લૂ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજી ચુક્યા છે, આવા
સંજોગમાં ડોકટરો તરફથી સલાહ આપવામાં આવી રહી છે કે બપોરના ૧૧ થી સાંજના ૫ વાગ્યા
સુધી કામ શિવાય ભાર નીકળવું નહિ અને કદાચ અગત્યના કામે બહાર નીકળવાનું થાય તો લૂ
થી બચવા માટે શરીર ને કોટન ના કપડા થી ઢાંકેલું રાખવું, મોઢા પર કપડું બાધી રાખવું
જોઈએ, ટોપી કે છત્રીનો આશરો લેવો, દિવસ દરમિયાન સતત પાણી, કે પ્રવાહી લેતા રહેવું
જોઈએ, બરફ વગરના લીંબુ શરબત, શેરડીનો રસ જ પીવો જોઈએ, જ્યારે લૂ લાગવા જેવો બનાવ
બને ત્યારે તાકીદે એમ્બ્યુલન્સનો સંપર્ક કરી વ્યક્તિને હોસ્પિટલ ખસેડવા જોઈએ જેથી
તેમની જિંદગી બચાવી શકાય.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો