પ્રતીકાત્મક તસ્વીર
અગામી
૧૫ ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાના કોર્ટના
આદેશ છે ત્યારે લોકો જુના વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે આર.ટી.ઓ
કચેરી આવી રહ્યા છે પરંતુ સમય મર્યાદા હવે માત્ર ૧૫ દિવસ જ બાકી હોવા છતાં લોકોમાં
માહિતીના અભાવે હજુ નવી નંબર પ્લેટ લગાવવા માટે જાગૃતતા જોવા મળી રહી નથી ત્યારે જો
૧૫ ફેબ્રુઆરી બાદ હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ નહિ લાગી હોય તો વાહનો ચાલકો ને દંડ
ભરવો પડશે તે પણ નક્કી છે.
૧૫ ફેબ્રુઆરી પહેલા તમામ વાહનોને નવી હાઇ સિક્યોરિટી
નંબર પ્લેટ ફીટ કરાવવા માટે સરકારને કોર્ટે તાકિદ કરી છે, આર.ટો.ઓ દ્વારા અવારનવાર પ્રેસ
રીલીઝ કરવામાં આવી રહી છે, ત્યારે જુના તમામ વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ કરવા
માટે આર.ટી.ઓમાં તેમજ ડીલરો પાસે વહન ચાલકો પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાવવા માટે
જઈ રહ્યા છે. જેને લઈને છેલ્લા ૨૫ દિવસમાં ૯૦૦૦ જુના વાહનોની હાઈ સિક્યુરીટી નંબર
પ્લેટ ફીટ થઇ છે. હાલમાં દૈનિક ૩૫૦ જેટલા જુના વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ કરાવી
રહ્યા છે તેવું ભાવનગર આર.ટી.ઓ અધિકારી આર.પી રાણાએ જણાવ્યું હતું.
જો કે હાલમાં ભાવનગર જિલ્લામાં લાખોની સંખ્યામાં જુના
વાહનો દોડી રહ્યા છે, જો કે તે અંગે ભાવનગર આર.ટી.ઓ પાસે જુના વાહનોમાં કોઇ
ચોક્કસ સંખ્યા નથી પરંતુ જુના વાહનોમાં હજુ ૪૫ ટકા જેટલા જ વાહનોમાં હાઈ
સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાનું આર.ટી.ઓ અધિકારી જણાવી રહ્યા છે. જો
કે એક બાજુ હજુ મોટી સખ્યામાં જુના વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની
બાકી છે ત્યારે ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં કોઇ સંજોગોમાં તમામ વાહનોને હાઈ સિક્યુરીટી
નંબર પ્લેટ ફીટ થાય તેવી કોઇ શક્યતાઓ નથી. જો કે હાલ તંત્ર દ્વારા રજાના દિવસોમાં
પણ જુના વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી
હતી પરંતુ લોકોમાં માહિતી નો અભાવ અને જાગૃતતા ના અભાવે આખો દિવસ દરમિયાન ચાર થી
પાંચ લોકો જ નંબર પ્લેટ ફીટ કરાવવા આવ્યા હતા. ત્યારે હવે જો ૧૫ તારીખ પહેલા વહન
ચાલકો તેમના વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ ફિર નહિ કરાવે છે તેમણે દંડ ણી
જોગવાઈ મુજબ ૫૦૦ થી ૧૦૦૦ સુધીના દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે.
જો કે હવે હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે
ગણતરીના દિવસો જ બાકીરહ્યા છે ત્યારે અંતિમ દિવસોમાં નંબર પ્લેટ લગાવવા માટે લોકો
નો ઘસારો વધી જાય ટો આર.ટી.ઓ કચેરી દ્વારા કોઈ વિશેષ આયોજન કર્યું નથી જેને લઈને
વાહનો ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે તેમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો