આવતી કાલે પદ્માવત ફિલ્મના વિરોધ માં રાજપૂત સમાજ અને કરણીસેના દ્વારા ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે ત્યારે તેને ટેકો જાહેર કરતા ભાવનગર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા આવતી કાલે સવાર ના ૬ થી રાત્રી ના ૯ વાગ્યા સુદી ભાવનગરની તમામ નાની-મોટી ખાનગી ટ્રાવેલ્સની બસો બંધ રહેશ
પદ્માવત ફિલ્મ ના રીલીઝ ને લઈને સમગ્ર દેશસહીત ગુજરાત ભર માં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે જેને લઈ ને આમ જનતા ને પારાવાર મુશ્કેલીઓ અને નુકશાની સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આવતી કાલે ભારત બંધ ના એલાન ને લઇને લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થશે ભાવનગરની વાત કરીએ તો આવતી કાલે ભાવનગર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ભાવનગરની તમામ નાની મોટી ખાનગી ટ્રાવેલ્સ ની બસો ના તમામ રૂટો બંધ રાખવા નો નિર્ણય લેવા માં આવ્યો છે આજે એસ ટી સ્ટેન્ડ નજીક ખાનગી ટ્રાવેલ્સ એશોશયન ના હોદેદારો ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકો મોટી સંખ્યામાં એકત્ર થઇ પદ્માવત ફિલ્મના વિરોધ કરી અને આવતી કાલ ના ભારતબંધ ના એલાન ને સમર્થન આપ્યું હતું ભાવનગર થી ઉપડી ખાનગી બસ ની ટ્રાવેલ્સો જેવી કે અમદવાદ, સુરત,વડોદરા,રાજકોટ,જામનગર, બોટાદ, મહુવા, પાલીતાણા,ગારીયાધાર,તળાજા ની તમામ ખાનગી બસ સેવાઓ સવાર ના ૬ વાગ્યા થી રાત્રી નાં ૯ વાગ્યા સુધી બંધ રહશે જો કે ૯ વાગ્યા બાદ ની સુરત , બરોડા, તેમજ અમદાવાદ રૂટ ની બસો ચાલુ રહશે.
પદ્માવત ફિલ્મ ને લઈને હાઈવે પર ચક્કાજામ ખાનગી વાહનો ને તોડફોડ ખાનગી મિલકતો તેમજ સરકારી નુકશાન કલાકો સુધી હાઈવે પર ચક્કાજામ સહિત ના વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમો થવા છતાં પણ આવતી કાલે ફિલ્મ રીલીઝ થઇ રહી છે જો કે ભાવનગર માં આ ફિલ્મ રીલીઝ થવા ની નથી પરંતુ ભારતબંધ ના એલાન લઈ ને ભાવનગર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન ટેકો જાહેર કરેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો