BREAKING

લીંબડી પોલીસે ચેઇન સ્નેચિંગ અને વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલયો.

સૌજન્ય.પાર્થ મજેઠીયા

સુરેન્દ્રનગર

ગઈ તા. 29.01.2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમા વીપુલ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝન વિલાસબેન તથા તેમના પતિ સાંજના સવા છ વાગ્યાના સમયે વોકિંગમાં નીકળેલ ત્યારે બે અજાણ્યા આરોપીઓ દ્વારા વિલાસબેનન ગળામાંથી સોનાની ચેઇન 10 ગ્રામ વજનની કિંમત રૂ. 20,000/- ની ઝૂટવી, લૂંટ કરીને નાસી ગયેલ હતા. જે અંગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જયંતીલાલ ત્રિભોવનદાસ શાહે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી .

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચેઇન સ્નેચિંગના ગુન્હાની ગંભીરતા  ધ્યાને લઇ અને લીમડી ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પ્રમોદસિંહ જાડેજા, જે.ડી.મહિડા, હે.કો. નંદલાલ, વિજયભાઈ, સુરેશભાઈ, ઇન્દ્રસિંહ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે લીંબડી ઊંટડી પુલ ઉપરથી પબ્લિકના સહકારથી આરોપીઓ (1) યુનુસ ઈસાભાઈ રાધાનપરા ઘાંચી ઉવ. 44 રહે. લીલાપીરની દરગાહ, રહેમતનગર, શિહોર જી. ભાવનગર તથા (2) રસુલ મહેબૂબભાઈ સૈયદ  ઘાંચી ઉવ. 35 રહે. ખાટકીવાડ, દનખડી રોડ,  શિહોર જી. ભાવનગરને હેરોહોન્ડા સ્પ્લેનડર મોટર સાયકલ, સોનાની ચેઇન, મોબાઈલ, ચાવીના ઝૂડા, ડિસમિસ,  કટર, સહિતના કિંમત રૂ. 40,000/- મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો