BREAKING

અહિંસા નગરી માં અહિંસા ના પૂજારી એવા જૈન સાધુઓ વચ્ચે ભડકી હિંસા, જૈન સાધુઓ વચ્ચે નો બનાવ પહોંચ્યો પોલીસ સ્ટેશન

અહિંસાના પૂજારી એવા જૈન સમુદાયમાં જ પાલીતાણા માં બે જૈન સાધુઓ વચ્ચે મારામારી નો બનાવ બનતા કચવાટની લાગણી ફેલાઈ ગઈ છે. આ મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચતા પોલીસે ઈજાગ્રસ્ત સાધુ ભગવંતની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૈન સમાજમાં ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર પાલિતાણા શહેરના તળેટી વિસ્તારમાં આવેલ ભમરી ધર્મશાળાની પાસે શત્રુજ્ય આરાધના ભવનમાં રહેતા ૪૮ ર્વિષય સાધુ ભગવંત પાર્શ્વકિર્તી સાગર મ.સા. ત્રણેક દિવસ પૂર્વે ૯૯ યાત્રા કરવા માટે યાત્રિકો સાથે ગયા હતા. અહીં વિરાટસાગર મ.સા. પણ તેમના સાથીદારો (અનુયાયી) સાથે ૯૯ યાત્રા કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાનમાં પાર્શ્વકિર્તી સાગર મ.સા.એ વિરાટસાગરને નવટુંકમાં જવું છે ? તેમ કહેતા બન્ને સાધુ ભગવંતો વચ્ચે આ બાબતે રકઝક થઈ હતી. જેની દાઝ રાખી ગઈકાલે શુક્રવારે રાત્રે વિરાટસાગર મ.સા. અને અન્ય ૨૦ જેટલા માણસો ભમરી ધર્મશાળા ખાતે પાર્શ્વકિર્તી સાગર મ.સા.ના નિવાસ સ્થાને ગયા હતા. જ્યાં તેમની સાથે બોલાચાલી કરી વિરાટસાગર મ.સા. અને તેમના માણસોએ બોલાચાલી કરી આ સાધુ નથી, તેમ કહીં બહાર કાઢી ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી.

જે ઘટનામાં ઈજા પામેલા જૈન મૂનિ પાર્શ્વકિર્તી સાગર મ.સા.ને સારવાર માટે હોસ્પિટલખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે વિરાટસાગર મ.સા. અને અન્ય ૨૦ અજાણ્યા શખસ સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તમામ વિરૃધ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ એએસઆઈ પી.એમ.બ્રહ્મભટ્ટે હાથ ધરી .



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો