BREAKING

ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં હાઈ ટેન્શન વીજ વાયર ને અડી જતા 16 ફેલમિંગો ના મોત


ભાવનગર શહેરના કુંભારવાડામાં આજે શનિવારે સાંજના કસમયે લેસર ફલેમીંગો પક્ષી વીજ વાયર સાથે અથડાય જતા નીચે પટકાયા હતા, જેમાં ૧૬ પક્ષીના મોત નિપજયા હતા, જયારે બે પક્ષીને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

શહેરના કુંભારવાડાના પાછળના વિસ્તારમાં વીજળીની હેવી લાઈન આવેલ છે. આ હેવી લાઈન સાથે આજે શનિવારે સાંજના પ કલાકના સમય આસપાસ આશરે ૧૮ લેસર ફલેમીંગો પક્ષી અથડાયા હતા, જેના કારણે પક્ષીઓની પાંખે ઈજા થતા પક્ષીઓ જમીન પર પટકાયા હતાં. આ ઘટનામાં ૧૬ પક્ષીના મોત નિપજયા હતા, જયારે બે પક્ષીને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતા ભાવનગરના ફોરેસ્ટ વિભાગના આરએફઓ આર.એમ.હેરમા, રાઉન્ડ ફોરેસ્ટર એસ.જી.પંડયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. મૃત ૧૬ પક્ષીને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવેલ છે, જયારે બે ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો