ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન લાલ કલરની ટાવેરા ફોર વ્હીલ કાર નંબર-GJ-23-AF 6596 માં ભાવનગર, ખેડુતવાસ માં રહેતો રાકેશ બુધાભાઇ રાઠોડ તથા ભદ્રેશ મનુભાઇ આડોડિયા રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ભાવનગર તરફ આવવાનાં છે.તેવી હકિકત આધારે અધેલાઇ ચેક પોસ્ટ પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી કાર આવતાં તેને રોકી તેઓનાં કબ્જાની કારની જડતી તપાસ કરતાં તેમાંથી 750ML બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/- તથા 180ML બોટલ નંગ-૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/-તથા મોબાઇલ-૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૨૭,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં મુદ્દામાલ કબ્જે કરેલ.અને બંને ઇસમને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેઓનાં વિરૂધ્ધમાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ભાવનગર શહેર વિસ્તારમાં લાવવામાં આવતાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪,૨૭,૪૦૦/-નો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.
the Gandhinagar News
ભાવનગર એલસીબીએ લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો