BREAKING

નેશનલ હાઇવે ઓથોરીટી સામે બુધેલના ખેડૂતોનો વિરોધ, આઠ દિવસનું અલ્ટીમેટમ



ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર નારાજગી જોવા મળી રહી છે, આજે બુધેલ ગામના ખેડૂતોને હાઈવે ઓથોરીટી દ્વારા પુરતું વળતર નહિ મળવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર ને આંઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.


ભાવનગર થી શરુ કરી અને ચેક સોમનાથ સુધી નેશનલ હાઈવેનું ફોરલેનનું કામ છેલ્લા બે અઢી વર્ષ થી ચાલી રહ્યું છે, આ સરકાર દ્વારા જમીન સંપાદન કરી અને ખેડૂતોને નિયમાનુસાર વળતર આપવા માટે હાઈવે ઓથોરીટી ને આદેશ કરવામાં આવ્યો છે આમ છતાં હાઇવે ઓથોરીટી દ્વારા પોતાની મનમાની રીતે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું હોય તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, ખાસ કરીને બુધેલ ગામના ૩૫ ખેડૂતોને વળતરનો પ્રશ્ન ઉભો થયો છે, તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકારના નિયમ મુજબ જંત્રીના ચારગણા વળતર પેટે ચૂકવાના હોય છે ત્યારે હાઇવે ઓથોરીટી દ્વારા બેગણા જ વળતર ચૂકવામાં આવ્યું છે, આ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટમાં તેઓ દ્વારા અરજી પર્ણ દાખલ કરવામાં આવેલ અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ હાઇવે ઓથોરીટીને ખેડૂતોને નિયમ અનુસાર વળતર ચૂકવા માટે આદેશ કર્યો છે આમ છતાં પૂરું વળતર આજદિન સુધી ચૂકવામાં આવ્યું નથી, ત્યારે જો તંત્ર દ્વારા આઠ દિવસમાં તેઓને નિયમ અનુસાર વળતર ચૂકવામાં આવશે નહિ તો તેઓ તેમના પરિવારજનો સાથે રોડ પર ધરણા પર બેસી જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો