BREAKING

ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ફરી ડોકટરો અને દર્દીના સગાઓ વચ્ચે બબાલ.

સરટી હોસ્પિટલ માં વારંવાર ડોકટરો અને દર્દીના સગાઓ વચ્ચે માથાકૂટ થાય છે, ડોકટરો એના એજ, દર્દીઓ ના સગાઓ જુદાજુદા, વાંક કોનો ?


દર્દી દેવો ભવ આ સુત્ર ડોક્ટર માટે છે પરંતુ ભાવનગર સર ટી હોસ્પીટલમાં ઉલટી ગંગા વહે છે દર્દીઓના સગા સાથે હમેશા છાસવારે ડોકટરોને મારામારીના  બનાવો બને છે અને ડોકટરો હડતાલ પર ઉતરી જાય છે અને પરેશાન થાય છ,આવું જ કાંઈક આજે બન્યું છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યુરીટી હોવા છતાં ડોકટરો પર હુમલા થવાના બનાવ બની રહ્યા છે. ગત રાત્રે યાસીન ખાન  નામના વ્યક્તિને હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ મોડી રાત્રે યાસીન ખાનનું મૃત્યુ થતા ડોક્ટર પર તેના પરિવારે હુમલો કર્યો હોઈવાના આક્ષેપ સાથે ડોક્ટર ઈજાગ્રસ્ત હોઈ હોસ્પીટલમાં દાખલ થઇ ગયા હતા અને રેસીડન્ટ ડોકટરોએ સવારમાં હડતાલ પાડી દીધી હતી. હોસ્પીટલમાં દર્દીઓ રજળી પડ્યા અને દર્દી દેવો ભવ કહેનારા ડોકટરો દર્દીની ચિંતા વગર પોતાની માંગ માટે હડતાલ પર ઉતરી ગયા. 

જો કે હોસ્પિટલમાં ડોકટરનો વાંક નો હોઈ તો હોસ્પિટલ તંત્ર સીસીટીવી મીડિયા સુધી પોહચાડે છે પરંતુ જો ડોક્ટર વાંકમાં હોઈ તો સીસીટીવી મળતા નથી, મતલબ સાફ છે ડોકટરોનું પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન બનાવ માટે પણ જવાબદાર હોઈ છે, પરંતુ તેના બચાવ માટે તંત્ર મેદાનમાં આવી જાય છે જુઓ ડોકટરના શરીરે એક ઇજાનું નિશાન નથીં પણ તેઓ પોતાનો બચાવ કરી રહય છે 

અહીં સવાલ એ ઉભો થાય છે કે ડોક્ટર પર હુમલાના વારંવાર બનાવો બનતા હોઈ તો સર ટી હોસ્પિટલ શા માટે સિક્યુરીટી પાછળ પૈસા બગાડે છે ? જો સિક્યુરીટી બનાવ રોકી શકતી ના હોઈ તો. સિક્યુરીટી માત્ર કેહવાની હોઈ અને હોસ્પીટલનો કોન્ટ્રાક મેળવીને પૈસા કમાવા રાખવામાં આવ્યું હોઈ તેમ લાગે છે. ડોકટરો અને દર્દીના સગા વચ્ચે પોલીસે હાલ ડોક્ટર પર હાથ ઉપાડનાર શખ્સને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો છે. અને હજુ પણ ડોક્ટર સાથે દર્દીના સગાઓ સમાધાનની પ્રક્રિયા માં છે,  પણ જો ડોક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરશે તો મૃત્યુ પામેલા શખ્સનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહી તેમ પરિવાર જણાવી રહ્યું છે. 

સર ટી હોસ્પિટલમાં આવતા ડોકટરોને કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ તેના પરિવાર સાથેનો વ્યવહાર કેવો કરવો જોઈએ અથવા દર્દીના સગા સાથે સારવાર દરમ્યાન બૌધિક વર્તનણી ઉણપ હોવાથી વારંવાર ઝઘડાઓ અને બાદમાં મારામારીના બનાવો બને છે, ડોકટરો તો ઠીક પરંતુ લાખો ખર્ચીને રાખેલી સિક્યુરીટી પણ બનાવોને રોકી શક્તિ નથી તો આખરે રામ રાજ્યમાં પ્રજા સુખી છે અને દર્દી દેવો ભવ નહી પરંતુ દર્દી દુખી ભવ જેવી સ્થિતિ આજના દિવસે જરૂર સર્જાયેલી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો