BREAKING

ગુન્હામાં નાસતો-ફરતો લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્સસ


ભાવનગર એલ.સી.બી. ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ સબંધમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા  ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ કલમો હેઠળના ગુન્હામાં નાસતો-ફરતો લીસ્ટેડ આરોપી અકરમ ભાઇ ઉર્ફે બાકો યુસુફભાઇ બાવનકા રહે.જનતાનગર, બોરડીગેટ, ત્રિમુખી હનુમાનવાળો ખાંચો, ભાવનગર વાળો  મફતનગર, હવા મસ્જીદ પાસે ઉભો છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર હાજર મળી આવેલ અને ઉપરોક્ત ગુનાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત કરતા હાલની કોરોના મહામારી અંતર્ગત અટક કરેલ નહી અને  હસ્તગત કરી આગળની કાર્યવાહી સારુ ગંગાજળીયા પો.સ્ટે સોંપી આપેલ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો