BREAKING

કોરોના દર્દીની સેવા કરતા કરતા પોઝિટિવ થયેલા ગર્ભવતી મહિલા હેલ્થ વર્કરની કહાની


ભાવનગર જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડમાં સબ સેન્ટર, પીપળીયા ખાતે હંસાબેન પરમાર ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. કોરોનાની બીજી લહેરનાં એપ્રિલ માસથી શરૂ થયેલ આ લહેરમાં રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબ મોટો વધારો થયો હતો. હંસાબેન પરમાર દ્વારા આ દરમિયાન કોરોના ભય પર વચ્ચે પણ સતત સેમ્પલો લેવડાવવા તેમજ પોઝિટિવ દર્દીઓ આવે તરત જ તે પરિવાર, વિસ્તારનું સઘન સર્વેલન્સ અને દર્દીની સતત દેખરેખ રાખવામાં પ્રવૃત્ત રહ્યાં હતાં. જે સમયે હંસાબેન પરમાર ૬ માસ સગર્ભા હોવાં છતાં કોઈપણ બહાનાબાજી કે કામચોરી કર્યા વગર સતત કાર્યરત રહ્યા હતાં.આ રીતે સતત કોરોના દર્દીઓ વચ્ચે રહેવાથી તેમની તબિયત બગડતાં તા.૧૬-૪-૨૦૨૧ ના રોજ આર.ટી.ડી. રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યાં. તેને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.જ્યાં બે દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તબિયત વધુ બગડતા તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના દ્રઢ મનોબળને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી તા.૧-૫-૨૦૨૧ ના રોજ સર ટી. હોસ્પિટલમાં તેમજ સબ સેન્ટરમાં મેડિકલ ઓફિસર ડો.દર્શન ઢેઢી ની સતત સેવા, સહયોગ, ફોલોઅપને કારણે તે અવસ્થામાંથી પણ બહાર આવ્યાં. કોરોનામાંથી સાંગોપાંગ બહાર આવ્યાં બાદ તેઓએ તા.૨૨-૭-૨૦૨૧ ના રોજ સિહોર કષ્ટભંજન હોસ્પિટલોમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.


આમ, કોરોના કાળમાં લોકોની ખરાં દિલથી સેવા કરવાથી માંડીને કોરોનાના ગંભીર ભરડામાં આવ્યાં પછી પણ પોતાના બાળક સાથે બચી જઈને હંસાબેન પરમાર અર્થમાં કોરોના યોદ્ધા સાબિત થયાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો