રિપોર્ટ-માધવીબેન કંડોલીયા
બાળકમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃત આવે તે અનુસંધાને આજ રોજ ગઢડા તાલુકા બાબર સમાજનો પ્રથમ વિદ્યાર્થી અને સ્નેહમિલન યોજાઈ ગયું જેમાં સાધુ સંતો પ.પૂ.આધ્યાત્મિકસ્વરૂપ સ્વામી (BAPSમંદિર ગઢડા) પ.પૂ કોઠારીસ્વામી(ગોપીનાથજી દેવમંદિર-ગઢડા),પ.પુશિવચેતનગીરી બાપુ (જુના અખાડા) અને ગઢડા શહેરના નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ ખાચર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ હૂંબલ, સાહિત્ય પ્રેમી મહેશભાઈ ગઢવી, રથયાત્રા સમિતિના અધ્યક્ષ ચંદ્રકાન્ત લાઠીગરા, પીયૂષભાઈ પ્રેસમીડિયા પ્રતિનિધિ અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, તાલાજા, મહુવા, અમરેલી, રાજકોટ સહિતના બાબર સમાજના ખ્યાતનામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉમંગ જળવાઇ રહે તે માટે ઉદ્ધબોધિક આશીર્વચન આપેલ અને ગઢડા તાલુકાના વર્ષ-2019માં ઉત્તીર્ણ થયેલ દરેક વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. અને આવેલ દરેક મહેમાનોનું ફૂલ નહીં પણ બુક આપી સ્વાગત કરી સમાજમાં અલગ આગવી પ્રથાની શરૂઆત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો