ભાવનગરમાં આજરોજ વિદ્યાર્થીઓ દવારા ગત રવિવારના રોજ લેવાયેલ બિન
સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી ની ફરિયાદ ઉઠી છે
ત્યારે પરીક્ષા આપનાર ને અન્યાય ના થાય તે માટે ફરીવાર પરીક્ષા લેવામાં આવે તે
અંગે આજે ભાવનગરમાં મોટી સંખ્યમાં પરીક્ષાર્થીઓ એકઠા થઇ અને અધિક કલેકટરને
આવેદનપત્ર પાઠવ્યું હતું, અને રોડ પર થોડા સમય માટે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ગત રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં લેવાયેલ બિન સચિવાલય ઓફીસ
આસિસ્ટન્ટની પરીક્ષામાં કેટલાક જિલ્લાઓમાં ગેરરીતી થયાની ફરિયાદો ઉઠી હતી, પરીક્ષા
કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગ્યા હોવા છતાં કેટલીક શાળાઓમાં લગતા વળગતા ને પાસ
કરાવવા માટે ગેરરીતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં
આવ્યો છે, તેમજ આ ગેરરીતી બાબતે સરકાર દ્વારા હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી
તેમજ અન્ય કેટલાક જીલ્લમાં ગેરરીતી થયાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ ત્યાં
ગેરીરીતી બહાર આવી નથી માટે હોશિયાર પરીક્ષાર્થીઓને અન્યાય ના થાય તે માટે આ
પરીક્ષા રદ કરી અને ફરીવાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવામાં આવે તેવી
માંગ સાથે આજે ભાવનગર જિલ્લના વિશાળ સંખ્યમાં પરીક્ષાર્થીઓ એકઠા થઇ અને કલેકટર
કચેરીએ ચક્કાજામ કર્યો હતો અને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી
હતી.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો