BREAKING

વીજયગીરી બાપુ આશ્રમ કૈલાસધામ નનીમાળ ખાતે સમૂહલગ્ન યોજાશે.

પાલીતાણા તાલુકના કૈલાસધામ નાનીમાલ ખાતે આગામી 21 ફેબ્રુઆરી ના રોજ માબાપ વિનાની દીકરીઓના સુહ લગ્ન યોજાશે જેમાં 12 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.

સાધુ સંતો સમાજના ઉદ્ધાર માટે અને કલ્યાણ માટે મોક્ષ ના માર્ગે સાધુ માર્ગ અપનાવ્યો હોય છે ત્યારે સમાજ સેવા એજ તેમનો મુખ્ય ઉદ્દેશ રહી ગયો હોય છે, કોઈને કોઈ રીતે તેઓ પોતાની સમાજ સેવા અને પ્રભુ સેવા કરતા જ રહેતા હોય છે ત્યારે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે આવેલ કૈલાસધામ ખાતે આગામી ફેબ્રુઆરી ની 21 તારીખે સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ ધામ ની જો વાત કરીએ તો અહીંયા પૂજ્ય વિજયગીરી બાપુ આવી પોતાની ધૂણી ધખવતા હતા, આ પવિત્ર સ્થાન પર આગામી 21 ફેબ્રુઆરી ના રોજ ધર્મમય વાતાવરણ વચ્ચે માબાપ વિનાની દીકરીઓ ના લગ્ન યોજાશે.

જે દીકરીઓ ને માતા પિતા ના હોય તેવી દીકરીઓના વાલીઓ વિજયગીરી બાપા આશ્રમ કૈલાસધામ નનીમાળ ખાતે રજિસ્ટ્રેશન કરવી શકે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો