ભાવનગર
૨૬ સપ્ટેમ્બર-૧૭
ભાવનગરમાં ગેરકાયદેસર ગર્ભ
પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધા બાદ તે અંગે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે
તેજ દિવસે અન્ય ચાર મહિલાના પણ ગર્ભ પરીક્ષણ થયા હોવાનું સામે આવતા એજન્ટ સામે કાયદેસરની
કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ગર્ભ પરીક્ષણ સાથે સંકળાયેલ તમામ સામે
ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી જીલ્લા કલેકટરે માહિતી આપી.
ભાવનગર શહેરના શિવાજી
સર્કલ વિસ્તાર મહાદેવ મેટરનિટી હોસ્પીટલમાં ડો.અજય રામાણી દ્વારા ગેરકાયદેસર રીતે
ગર્ભ પરીક્ષણ કરવમાં આવતું હોય તેવી બાતમીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા ડમી પેશન્ટ
મોકલી અને સ્ટીંગ ઓપરેશન હાથ ધરતા આ ડોક્ટર ને રંગે હાથે દસ હજાર રૂપિયા લઈ અને
ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો, આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે એજન્ટ
રસિક સરવૈયા સામે તપાસ હાથ ધરતા જે દિવસે આરોગ્ય વિભાગ દ્વારા સ્ટીંગ કરવામાં
આવ્યું તે જ દિવસે અન્ય ચાર મહિલાનું પણ ગર્ભ લિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું
તપાસમાં ખુલ્યું હતું, જે અંગે ની તપાસ જીલ્લા વહીવટી વિભાગ અને જીલ્લા આરોગ્ય
વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે, આ તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિના નામ આ
ગેરકાયદેસર લિંગ પરીક્ષણ માં સંકળાયેલા હશે તે તમામ સામે કોર્ટમાં ફોજદારી રાહે
ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે,
જીલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ ૧૯૯૪ મુજબ ગર્ભ પરીક્ષણ કરવું એ ગુનો બને છે અને તે અંગે જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સજાગ છે જેના કારણે ૨૦૧૧ ની જેન્ડર રેશિયો જે ૮૯૧ હતો જે હવે 907 જેવો થયો છે, વધુમાં જણાવ્યું હતું કે જે ચાર મહિલાના
ગર્ભ પરીક્ષણ કરાવ્યાના નામ ખુલ્ય છે તેમને ગર્ભપાત ના કરાવવા સુચના અપાઈ છે. તેમજ
જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ નાગરિકો સામે આવે તો તે
અંગે તંત્ર નું ધ્યાન દોરવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો