BREAKING

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૦,૮૨૯ મતદારો નવા નોંધાયા .



બોટાદ બ્યુરો

૨૬સપ્ટેમ્બર-૧૭

બોટાદ જિલ્લામાં તારીખ --૨૦૧૭ થી હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ૨૫ મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતાં જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની આખરી પ્રસિધ્ધિથી મિડીયાના મિત્રોને માહિતગાર કરવા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

       પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે જણાવ્યું હતુ કે, તા. //૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા. લી જુલાઈ ૨૦૧૭ થી શરૂ થયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૨૫ મી સપ્ટેમ્બરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થતાં પૂર્ણ થયો છે. કાર્યક્રમ પહેલા જિલ્લાના બે વિધાનસભા મતદાર વિભાગમાં કુલ મળી ,૮૯,૨૯૫ મતદારો નોંધાયેલા હતા. પરંતુ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થતાં જિલ્લામાં નવા ૧૦,૮૨૯ મતદારોનો ઉમેરો થતાં હવે જિલ્લામાં ,૦૦,૧૨૪ મતદારો થયાં છે.

       જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલા પ્રચાર પ્રસારના કારણે લોકોમાં જાગૃતિ આવી જેના પરિણામે ૧૦૬ - ગઢડા મતદાર વિભાગમાં ૨૩૩૮ પુરૂષ અને ૪૨૦૭ સ્ત્રી મળી કુલ ૬૫૪૫ મતદારો અને ૧૦૭ બોટાદ મતદાર વિભાગમાં ૩૩૫૨ પુરૂષ અને ૫૨૭૩ સ્ત્રી મળી કુલ ૮૬૨૫ મતદારો નવા ઉમેરાયા હતા. તેની સામે ૧૦૬ - ગઢડા મતદાર વિભાગમાં ૧૫૧૯ પુરૂષ અને ૧૮૧૦ સ્ત્રી મળી કુલ ૩૩૨૯ મતદારો અને ૧૦૭ બોટાદ મતદાર વિભાગમાં ૫૪૩ પુરૂષ અને ૪૬૯ સ્ત્રી મળી કુલ ૧૦૧૨ મતદારોના નામ કમી થતાં સમગ્ર જિલ્લામાં ૧૦,૮૨૯ મતદારો નવા ઉમેરાયા છે.

       તેમણે સમગ્ર ગુજરાતની સાથે બોટાદ જિલ્લામાં  આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહયું હતુ કે, વિધાનસભાની ચૂંટણીમાં વખતે સૌ પ્રથમવાર મતદાન માટે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની સાથે વી. વી. પેટ મશીનનો પણ ઉપયોગ કરવામા; આવશે. તેમણે ઉપસ્થિત મિડીયાના મિત્રો સમક્ષ વી. વી. પેટ મશીનનું નિદર્શન કરતાં ઉમેર્યું હતુ કે, મશીનના કારણે મતદારે પોતે જે ચૂંટણી પ્રતિકનું બટન દબાવી મત આપ્યો હશે તે ચૂંટણી પ્રતિક વી. વી. પેટ મશીનમાં મતદાર પોતે જોઈ શકશે.

       પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એમ. ગોહિલે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત રૂપરેખા આપી સમય દરમિયાન રજુ થયેલા હક્ક દાવાઓ, તેના નિકાલ તેમજ નવા ઉમેરાયેલા મતદારોની જાણકારી આપી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો