BREAKING

ભાવનગર જીલ્લમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા બાદ જેન્ડર રેશિયો વધીને ૯૧૫ અને ઈ.પી.રેશિયો ૬૫.૭૬ ટકા થયો.




ભાવનગર
તા. ૨૬/૦૯/૧૭
ભારતના ચુંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા. ૦૧/૦૧/૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં વિધાનસભા મતદારયાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવેલ હતો  જે અનુસાર નોંધાયેલા મતદારોની મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા. જુલાઈ ૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી.
   
   જિલ્લા ચુંટણી અધિકારી હર્ષદ પટેલે તા. ૦૧/૦૧/૨૦૧૭ની લાયકાતની તારીખ અંતર્ગત તા. ૨૫ સપ્ટે.ના રોજ ભાવનગર જિલ્લાની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરી હતી. જિલ્લા ચુંટણી અધિકારી હર્ષદ પટેલે આજે તા. ૨૬ સપ્ટે.ના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વી. વી. પેટ મશીનની વિગતે જાણકારી આપી જરૂરી મોકડ્રીલ કર્યુ હતુ. જિલ્લાના  દરેક પોલીંગ સ્ટેશનમાં વી. વી. પેટ મશીન મુકાશે તેમ પણ ઉમેર્યુ હતુ અને વધુમાં  જરૂરી વિગતો આપી જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા. ૦૧/૦૭/૨૦૧૭થી તા. ૩૧/૦૭/૨૦૧૭ના કાર્યક્રમ દરમ્યાન ૧૪૯૧૨/- પુરૂષ અને ૨૨૫૫૬/- સ્ત્રી તથા /- અન્ય મતદારોનો વધારો થયેલ છે અને ૫૭૪૬/- પુરૂષ ૭૩૪૬/- સ્ત્રીનો ઘટાડો થયેલ છે. અને આજની સ્થિતિએ મતદારની વિગતો જોઈએ તો- ૯૯/- મહુવા વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૮૯૫૭/- પુરૂષ અને ૯૯૭૦૭/- સ્ત્રી આમ કુલ ૨૦૮૬૬૪/- મતદારો, ૧૦૦/- તળાજા વિધાનસભા મત વિસ્તારમાં ૧૧૬૯૭૯/- પુરૂષ અને ૧૦૪૪૨૭/- સ્ત્રી આમ કુલ ૨૨૧૪૦૬/- મતદારો, ૧૦૧/- ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં ૧૦૬૯૪૦/- પુરૂષ અને ૯૬૬૦૬/- સ્ત્રી આમ કુલ ૨૦૩૫૪૬/- મતદારો, ૧૦૨/- પાલીતાણા વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૦૭૪૬/- પુરૂષ અને ૧૧૮૮૩૫/- સ્ત્રી આમ કુલ ૨૪૯૫૮૧/- મતદારો, ૧૦૩/- ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૫૪૩૪/- પુરૂષ અને ૧૨૨૮૨૧/- સ્ત્રી આમ કુલ ૨૫૮૨૫૫/- મતદારો, ૧૦૪/- ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૪૦૭૮/- પુરૂષ અને ૧૧૯૦૧૧/- સ્ત્રી તથા અન્ય ૦૩/- આમ કુલ ૨૪૩૦૯૨/- મતદારો, ૧૦૫/- ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૫૬૮૮/- પુરૂષ મતદારો અને ૧૧૫૫૯૪/- સ્ત્રી તથા અન્ય ૨૬/- આમ કુલ ૨૪૧૩૦૮/- મતદારો.
            આમ જિલ્લામાં કુલ  પુરૂષ મતદારો ૮૪૮૮૨૨/- અને કુલ સ્ત્રી મતદારો  ૭૭૭૦૦૧/- તથા અન્ય મતદારો ૨૯/- આમ કુલ મતદારો ૧૬,૨૫,૮૫૨/- છે. મતદારો અગાઉ ૧૬,૦૧૪૭૨/- હતા તેમાં ૨૪૩૮૦/- મતદારો ઉમેરાયા છે.  જેન્ડર રેશીયો ૯૦૭/- હતો તે કાર્યક્રમ બાદ ૯૧૫/- થયેલ છે. . પી. રેશીયો ૬૪.૭૬ ટકા હતો તે એક ટકો વધીને ૬૫.૭૬ ટકા થયો છે.

  જિલ્લામાં પોલીંગ સ્ટેશન ૧૮૨૨/- અને બી. એલ. .  પણ ૧૮૨૨/- છે.  તેમજ તમામ મતદારોને એપીક કાર્ડ અપાયા છે. જિલ્લાના કોઈપણ મતદાર તેમનું નામ મતદારયાદીમાં છે કે કેમ તેની ચકાસણી કરવા  ઓનલાઈન વેબસાઈટ http://www.ceo.gujarat.gov.in પર, કચેરીના કામકાજના દિવસોએ હેલ્પ લાઈન નં. ૧૯૫૦/- પર તેમજ  SMS દ્વારા epic < space > < your voter ID Number  ટાઈપ કરી મોબાઈલ નં. ૮૫૧૧૧૯૯૮૯૯ પર વિગતો મોકલી જાણકારી મેળવી શકશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો