BREAKING

દાનસંગ મોરી કેસમાં શિપબ્રેકરો નું 20 તરીખનું અલ્ટીમેટમ પૂરું, હવે શું....?

અહેવાલ-વિપુલ બારડ

થોડા દિવસો પહેલા ભાવનગરના બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સાહિતનાઓએ શિપબ્રેકરો પર હુમલો કરી અને લૂંટ ચલાવ્યા ની પોલીસ ફરિયાદ બાદ દાનસંગ મોરી ની ધરપકડ તાકીદે કરવા માટે શિપબ્રેકરો દ્વારા બે દિવસ.સુધી કલેકટર કચેરીએ ધામા નાખી ધરણા કર્યા હતા, બાદમાં તેઓ દ્વાફ પત્રકાર પરિષદ બોલાવી અને તંત્ર ને અલતીમેટમ આપ્યું હતું કે 20 તારીખ સુધીમાં દાનસંગ મોરીની ધરપકડ નહીં કરવામાં આવે તો તેઓ ફરીવાર તમામ એસોસિએશન ના આગેવાનો એકઠા થશે અને આગળની રણનીતિ નક્કી કરશે.

જો કે 20 નું અલતીમેટમ પૂરું થયા સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ દ્વારા ગઈકાલે 21 તારીખના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી, અને તેઓ ને પોલીસ તંત્ર ની કામગીરી થી સંતોષ હોવાનું તેમજ આગળ હવે કોઈ પ્રકારના કાર્યક્રમો નહીં કરવા તેવું જાણવા મળી રહ્યું છે, જો કે એક વાત એવી પણ જાણવા મળી રહી છે કે હવે આ વિવાદ કદાચ સમાધાન પર પણ આવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો