BREAKING

ઉપલેટામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.



સમગ્ર દેશની જેમ ઉપલેટામાં ભારતીય બંધારણની સ્વીકૃતિની ૭૦ મી વર્ષગાંઠ ની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણના નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાન ને સદાય યાદ કરવા અને વિશ્વનું બેજોડ કહી શકાય તેવા તમામ દેશો કરતાં સૌથી મોટું ભારતીય સંવિધાનની પૂરા આદર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટા શહેરના બસસ્ટેન્ડ ચોક ખાતે રાત્રે સાડા નવ કલાકે ઉપલેટા દલિત સમાજ દ્વારા પુરા આનંદ અને ઉલ્લાસ સાથે તેમજ પૂરા આદર ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દલિત સમાજના આગેવાન દ્વારા બંધારણની મૂળભૂત અને કેટલીક મહત્વની બાબતો, ઘટનાઓ વિશે જાણકારી આપી હતી. ભારતીય બંધારણ વિશે વિસ્તૃત માહિતી સાથે ભારતીય બંધારણના આમુખ નુ વાંચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનો, વડીલો તેમજ શહેરના અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : સરફરાજ કોડી - ઉપલેટા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો