વાવાઝોડાના કારણે છેલ્લા 15 દિવસથી મગફળી ની ટેકાના ભાવે ખરીદવાનું સરકારે બંધ કર્યું હતું જે આજથી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આજે ભાવનગર જિલ્લામાં પાંચ કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે.
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, ભાવનગર જિલ્લામાં ભાવનગર , તળાજા ગારીયાધાર, પાલીતાણા અને સિહોરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે. પાલીતાણા ખાતે આજે 50 ખેડૂતો જ્યારે અન્ય સેન્ટર પર 20-20, ખેડૂતોને મગફળી લઈ ને બોલાવવામાં આવ્યા હતા. જોકે ભાવનગર ખાતે આજે માત્ર 10 જ ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા, જ્યાં સરકારના નિયમ મુજબ તેમની ખરીદી કરવામાં આવી હતી.
જો કે ખેડૂતો ને એક ચિંતા એવી પણ છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ હોય તેની ગુણવત્તા પણ હલકી થઈ ગઈ છે જેના કારણે મોટા ભાડા ખર્ચીને યાર્ડમાં મગફળી લાવ્યા બાદ રિજેક્ટ થશે તો ભાડા પણ માથે પડી શકે છે. આ ઉપરાંત મગફળી ના અન્ય જગ્યા પર સારા ભાવ આવતા હોય અને રોકડ રૂપિયા મળતા હોય ખેડૂતો ખાનગી વેપારીઓને વેચી રહ્યા છે. આ સાથે હાલ લગ્ન ની સિઝન હોય ખેડૂતોને રોકડ રકમ ની જરૂરિયાત હોય તેઓ ખાનગી વેપારીઓને વેચી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો