BREAKING

ભાવનગરના મહુવા માંથી જાલી નોટ સાથે એક ઇસમ ઝડપાયો.


ભારતીય ચલણની બનાવટી રૂ.૧૦૦ ના દરની ચલણી નોટ નંગ-૩૬૬ સાથે આરોપી ઝડપાયો
મહુવાના પો.ઇન્સ ડી.એમ.મિશ્રા તથા પો.સબ.ઇન્સ. જી.એ.બીલખીયા સહિતનો સ્ટાફ ને મળેલ પુર્વ બાતમી આધારે મહુવા વડલી ચોકડીથી ભુતેશ્વર ગામ જવાના રસ્તે રામાપીરના મંદિર પાસેથી મહીપાલસિંહ નીતુભા ચુડાસમાં રહે. તળાજા વાળોના કબ્જામાથી ભારતીય ચલણની બનાવટી રૂ.૧૦૦ ના દરની નોટ નંગ.૨૮૪  મળી આવેલ જેની તપાસણી ભાવનગર FSL અધિકારી આર.સી.પંડ્યાએ તપાસણી કરતા આ બનાવટી ભારતીય ચલણી નોટો હોવાનુ જાણવા મળેલ, આ કેસની વધુ તપાસ દરમ્યાન વધુ રૂ. ૧૦૦/- ના દરની નોટ નંગ-૮૨ મળી કુલ રૂ.૧૦૦/- ના દરની નોટ નંગ-૩૬૬ મળી આવેલ. રોકડ રૂપિયા ૪૦૦૦/- તથા મોબાઇલ નં.-૨ કી.રૂા.૭૦૦૦/- તથા મોટર સાયકલ જેની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૬,૦૦૦/- ના મુદ્દામાલ રાખી આરોપી મહીપાલસિંહ નીતુભા ચુડાસમાંની અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અન્ય વધુ આરોપી હરદેવભાઇ બાબાભાઇ ચોવટીયા રહે. ભદ્રાવાળ નં-૧ તા.તળાજા વાળાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.
જો કે આ પહેલા પણ મહુવાના મોટા ખૂટવડા ગામે થી એક ડોકટર દ્વારા ચલાવવામાં આવતું નકલી નોટનું કૌભાંડ ઝડપાયું હતું તેંમજ ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં પણ એક દુકાન માંથી નકલી નોટો તેમજ નોટો ચાલવાનો સામાન પકડાયો હતો, આ રીતે ભારતના અર્થ તંત્ર ને ખોખલુ કરનારું આવું નકલી નોટ કૌભાંડ ભાવનાગરમાંથી વારંવાર ઝડપાઇ રહ્યું છે ત્યારે પોલીસના હાથ ઓન ટૂંકા પડી રહ્યા હોય તેમ લાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો