BREAKING

ઉપલેટમાં સેવાભાવી સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


ઉપલેટા શહેરની સેવાભાવી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તાલુકાના આર્થિક જરૂરિયાતમંદ લોકોની સુખાકારી માટેનો વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ  છેલ્લા ૨૧ વર્ષથી ચાલતી સેવાભાવી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તથા રવિરાજ  એન્ટરપ્રાઇઝ અને  તિરુપતિ  લાઈમ દ્વારા આયોજિત ઉપલેટા તાલુકાના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેનો  આંખના રોગોની તપાસનો તથા ઓપરેશનનો વિનામૂલ્યે ૪૪ મો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાજકોટ રણછોડદાસ આશ્રમ હોસ્પિટલના સહયોગથી સર ભગવતસિંહજી કન્યાશાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં  કુલ ૧૬૪ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ રણછોડદાસ આશ્રમ હોસ્પિટલના આંખના ડો. અરૂણભાઈ જાની દ્વારા ૮૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૩૨ દર્દીઓને રાજકોટ શહેરમાં આવેલ રણછોડદાસજી ચેરીટેબલ આંખની હોસ્પિટલ ખાતે સંસ્થાની બસમાં જ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) માટે નિ:શુલ્ક ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ ડો. દિવ્યેશ બરોચિયા એ હૃદયરોગ ના ૩૬ દર્દીઓનું નિદાન કર્યું. હતું. ડાયાબીટીસ માટે ડો. સમીર લોઢિયાએ ૪૧ દર્દીઓને તપાસ્યા હતા. આ કેમ્પના દાતાશ્રી તરીકે સ્વ. હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીની સ્મૃતિમાં પ્રભુદાસભાઈ મુળજીભાઈ ભલાણી તથા તેમના પરિવાર રહ્યા હતા. કેમ્પના અતિથિ વિશેષ તરીકે ખીરસરા ગુરુકુળના શાસ્ત્રી નારાયણસ્વરૂદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, માજી ધારાસભ્યો છગનભાઈ સોજીત્રા અને પ્રવીણભાઈ માકડીયા, ભુપતભાઈ ગોવાણી, ડાયાભાઈ ગજેરા, કેશુબાપા સિણોજીયા, ગીરીશભાઈ સિણોજીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ માનવસેવા ટ્રસ્ટના હેમતસિંહ જાડેજા તથા રમેશભાઈ આહુજા એ કર્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો