અહેવાલ-ટીનું લાલીયા ધારી
ધારીની નતાળીયા નદીમાં એક મહિલાએ પુલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પવનવેગે મળેલ મદદને કારણે ડૂબતી હાલતમાંથી મહિલાને ઉગારી લેવાય હતી પણ ૪ માસની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું .
ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સાસરે રહેતી પ્રફુલ્લાબેન પ્રતાપગિરિ ગોસ્વામી ( ઉ.વ.૨૫ ) નામની બાવાજી પરણેતાએ સીવીલ હોસ્પિટલ પાસેની નતાળીયા નદીમાં પુલ પરથી જ પોતાની ૪ માસની બાળકી માધવી સાથે છલાંગ લગાવી હતી આ ઘટનાક્રમ સમયે પોતાની પત્નીને પ્રેમપરા પ્રાથમિક શાળાએ નોકરી પર મુંકી પરત ફરી રહેલા આંખના ડોકટર વિનોદ વાઘેલા નજરે નિહાળી જતા મારતે ઘોડે મદદ માટે દવાખાના તરફ દોડી આવ્યા હતા અને ઉપસ્થિત અબુભાઈ ડ્રાઈવર અને ઓટોરિક્ષા ચાલક પરેશ દેવમુરારીને વાકયાંન બયાન કરેલ ક્ષણભર સમય બગાડયા વગર જ આ બન્ને માનવતાવાદી પુલ પરથી જ પાણીમાં પડ્યા હતા અને પ્રફુલ્લાબેનને બહાર કાઢી આબાદ બચાવી લીધા હતા પરંતુ ૪ માસની માસુમ બાળકી ઉંડા પાણીમાં ગરક થઇ જતા મૃત્યુ પામેલ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો