શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા
આધેડનું અપહરણ કરી રૂપિયા 30 લાખની માંગણી કરવાના કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લઇ પોલીસે કોર્ટમાં
રજુ કરી રીમાન્ડની માગ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે,
રિમાન્ડ દરમિયાન આ કેસ અંગે વધુ ખુલાસો થશે.
ભાવનગર શહેરના સુભાષનગર, નેચરલ
પાર્કમાં રહેતા વિક્રમભાઇ શાંતભાઇ શેઠનું ગયા ગુરૂવારે તા.૧૪ નવેમ્બર ના રોજ ત્રણ
શખ્સોએ કારમાં અપહરણ કરી વિક્રમભાઇના પરિવારને મોબાઇલ ફોન કરી વિક્રમભાઇની મુકિતના
બદલામાં રૂપિયા 30 લાખની માંગણી કરવામા આવી હતી. સમગ્ર શહેરમાં ચકચાર મચાવનારી ઘટનાની
ગંભીરતા ધ્યાને લઇ આઇજી અને એસપીની સીધી સુચનાથી પોલીસે અપહૃત વિક્રમભાઇની ભાળ
મેળવવા અને અપહરણકતાર્આેને ઝડપી લેવા અંગે ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં
મોડીરાત્રીના બોટાદના પાળીયાદ ગામની સીમમાંથી વિક્રમભાઇ શેઠનો પત્તો મળ્યો હતો, આ
અંગે તેમના પુત્ર પ્રિયેશભાઇ વિક્રમભાઇ શેઠ દ્વારા બી ડીવીઝન પોલીસ મથકમાં ગોપાલ
સાજણ મેર, સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવતા અપહરણકતાર્આેને ઝડપી લેવા પોલીસે
તજવીજ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાનમાં પોલીસને મળેલ બાતમીના
આધારે એરપોર્ટ રોડ પર ખાર વિસ્તારમાંથી ગોપાલ ઉર્ફે હેન્ડલ સાજણ મેર, હરેશ કરમણ
આલગોતર અને જયેશ તોગા મેર ને ઝડપી લઇ લીધા હતા અને રૂપિયા 30 લાખની
માંગણી કરવાના મામલે ઝડપાયેલા શખ્સોને આજે રીમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજુ
કરી સાત દિવસના રીમાન્ડની માંગ કરવામાં આવી હતી જેમાં કોર્ટે ત્રણેય આરોપીના ત્રણ
દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, રિમાન્ડ દરમિયના આરોપીઓ પાસેથી અપહરણ મુદ્દે વધુ
ખુલાસો થઈ શકે છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો