BREAKING

દાનસંગ મોરી સામેના કેસ પરત નહીં ખેંચવામાં આવે તો પોતે જોહર કરશે : વિમલબા મોરી

બુધેલ ગામે ગાડી ઓવરટેક કરવા મામલે દાનસંગ મોરી ને પોલીસ શોધી રહી છે ત્યારે આજે દાનસંગ મોરીના પત્ની અને તેમનના પરિવાજનોએ એક પત્રકાર પરિષદ યોજી અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને આ બધું રાજકીય ઈશારે થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો, દાનસંગ મોરી ના પત્નીએ ચીમકી ઉચ્ચરી હતી કે જો આ કેસો પરત નહિ ખેંચવામાં આવ્યે તો તે આગામી દિવસોમાં જોહર(આત્મવિલોપન) કરશે.

ભાવનગર માં 5 દિવસ પૂર્વે બુધેલ નજીક ગાડી ઓવરટેક ના મામલે શિપબ્રેકર ને માર મારવાના મામલે પોલીસ મુખ્ય આરોપી દાન્સનગ મોરી ને શોધી રહી છે ત્યારે આજે તેમના પત્ની અને પરિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે દાનસંગ  મોરી સામે લૂંટ ની ખોટી ફરિયાદ પોલીસે રાજકીય ઈશારે નોંધી છે, જે વ્યક્તિ કરોડો નો આસામી હોય તે મામુલી 2500 રૂપિયાની લૂંટ કરે તે વાત કેમ માનવી, તેમને જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાના રાજકીય આગેવાન ના ઈશારે પોલીસ કામ કરી રહી છે, પોલીસ જે ઘરમાં માત્ર સ્ત્રીઓ જ છવા ત્યાં દીવાલો કૂદીને ઘુસી રહી છે અને મહિલાઓને પૂછપરછ ના બહાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેછે, દાનસંગ મોરી ના પત્નીએ જણાવ્યું હતું કે જો આ ફરિયાદ પરત નહીં ખેંચાઈ તો તેમના તેઓ જોહર (આત્મવિલોપન) કરવાની ચીમકી આપી હતી, તો આ બાજુ રાજપૂત યુવા સમજ ના આગેવાન ઘનશ્યામ મોરી એ જણાવ્યું હતું કે જો દાન્સનગ મોરી સામે ના ખોટા કેસ પરત નહીં ખેંચાઈ તો ગુજરાત નો રાજપુત સમાજ રોડ ઉપર ઉતરી આવશે અને જે કઈ થાય તેની જવાબદારી તંત્ર અને સરકાર ની રહશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો