ચાલુ કાર્યક્રમે વીજળી ગુલ, જનરેટર શરુ કરી કાર્યક્રમ આવ્યો.
આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જવાની કાયમી સમસ્યા છે, કાયમી નિરાકરણ લાવવું જરૂરી.
ભાવનગર ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ
ખાતે આજથી ૬૫મી ઓલ ઇન્ડિયા નેશનલ જુડો કોમ્પીટીશનનો અન્ડર-૧૭ નો પ્રારંભ થયો, આ
સ્પર્ધામાં દેશના ૩૮ રાજ્યોની ટીમોએ ભાગ લેવા માટે આવી પહોચી હતી, આ સ્પર્ધા મંત્રી
ઈશ્વરસિંહ પરમારના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી, જો કે આ કાર્યક્રમ દરમિયના
વીજળી ગુલ થઇ જતા પીજીવીસીએલ તંત્ર ની પોલ છતી થી હતી.
ગુજરાતના યુવાધનને રમત ગમત શ્રેત્રે સક્રીય બનાવી તેનામા
રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેમને સિધ્ધીના શિખરે લઈ જવાના હેતુસર ખેલ
મહાકુંભની શરૂઆત કરી હતી, અને જેના ભાગ સ્વરૂપ ગુજરાતમાં ઘ્યાન ખેલાડીઓમાં
છુપાયેલી પ્રતિભા બહાર આવી છે, જેમાં ખાસ કરીને જાપાન ની જુડો રમત કે જેને ભારતમાં
રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૧૯ માં કન્યાકુમારી ખાતે શરૂઆત કરેલ અને ગુજરાતમાં
સ્વ.છોટુભાઈ ભટ્ટ એ શરૂઆત કરી હતી અને ભાવનગર માટે ગૌરવની વાત ગની શકાય તેવી બાબત
એ છે કે ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૮૯ માં ભાવનગરના નિશાંત ભટ્ટે સીનીયર નેશનલ જુડોમાં
ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આજે ભાવનગર સ્પોર્ટ
કોમ્પલેક્ષ ખાતે આજથી ૬૫મી ઓલ ઇન્ડિયા નેશનલ જુડો કોમ્પીટીશનનો અન્ડર-૧૭ નો પ્રારંભ
થયો, આ કાર્યક્રમમાં ભારતભરના જુદા-જુદા રાજ્યોની કુલ ૩૮ ટીમોના ખેલાડીઓ ભાગ લેવા
માટે આવી પહોચ્યા હતા, આ કાર્યક્રમ ને ગુજરાતના રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પરમાર, સ્પોર્ટસ
ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવ ડી.ડી. કાપડીયા, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના
વાઈસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણા, નેશનલ કોમ્પિટીશનના ઓબ્ઝર્વર છાંટબાર તેમજ
ભાવનગર મ્યુનીસીપલ કમિશ્નર એમ.એ.ગાંધી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને
કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. વિષે આ કાર્યક્રમ માં જુડો ક્ષેત્રે સિદ્ધી
પ્રાપ્ત કરનાર ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો કે ભાવનગર ખાતે કરોડોના ખર્ચે બનેલ સ્પોર્ટ
કોમ્લેક્ષ ખાતેના ઇનડોર સ્ટેડીયમમાં આજે આ કાર્યક્રમ નું શરૂઆત માં જ અધવચ્ચે જ
વીજળી ગુલ થી જતા મંત્રી સચિવ સહિતના મહાનુભવો થોડી વાર માટે અંધારામાં બેસી રહ્યા
હતા, જો કે બાદમાં જનરેટર ચાલુ કરી અને કાર્યક્રમ ને આગળ ધપાવવામાં આવ્યો હતો,
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વીજળી ના ધાંધિયા એ કાયમી સમસ્યા છે અને આ
સ્પોર્ટ સંકુલ ખાતે દેશભરના ખેલાડીઓ વિવિધ સ્પર્ધા માટે આવતા હોય છે ત્યાં દીસ્બો
સુધી રહેતા હોય છે ત્યારે વીજળી ગુલની કાયમી સમસ્યા નું કોઈ કાયમી નિરાકણ લાવવું
પણ જરૂરી છે.
તસ્વીર-સૌજન્ય: વિપુલ બારડ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો