ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક લુખ્ખાતત્વોએ માજા મૂકી છે, હાલતા ને ચાલતા તેઓ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી રહ્યા છે, નિર્દોષ જનતા ને દબાવી રહ્યા છે અને પોલીસ આ બાબતે મૌન સેવી રહી છે, આવા લુખ્ખાતત્વો માં ના ઘણા ઇસમો પોલીસનું નામ વટાવી રહ્યા છે, ગાડી કે બાઇકો પાછળ પોલીસના લોગના કલરવાળા સ્ટીકરો લગાવી તેના પર ક્ષત્રિય સમાજની વસ્તીવાળા ગામોના નામ લખીને લોકોને દબાવી રહ્યા છે, ઉપરાંત બાઇક પર પોલીસનો દંડો ભરાવી, અને પોલીસમાં હોય તેમ રોફ ઝાડી રહ્યા છે, ભાવનગર રેન્જ આઈજી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે પોલીસના ખાનગી વાહનો પરથી પોલીસ લખેલ, પોલીસના લોગો, પોલીસના કલરવાળા સ્ટીકરો ,લખાણો દૂર કરવા, જો કે પોલીસ પોલીસમાં નોકરી કરતા હોય તેમને તો સ્વૈચ્ચિક આવા સ્ટીકરો દૂર કરી નાખ્યા છે પરંતુ તેમના દૂરદૂરના સગાઓ અથવા તો ક્યાંય પોલીસ સાથે લાગુ ના પડતું હોય છતાં માત્ર રોલા પાડવા જે સ્ટીકર લગાવીને ફરી રહ્યા છે અનેં પોલીસને બદનામ કરી રહ્યા છે તે ક્યારે દૂર થશે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો