ઉમરાળા બ્યુરો
પવિત્ર શ્રાવણ માસ એટલે શિવજીની આરાધના કરવાનો મહિનો, શિવજીને પ્રસન્ન કરવાની મહિનો, પવિત્ર શ્રાવણ માસ દરમિયાના શિવભકતો પોતાના કલ્યાણ માટે વિવિધ સ્વરૂપે શિવ આરાધના કરી ભગવાન શિવને રાજી કરવાના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ઉમરાળા તાલુકાના જાળિયા શિવકુંજ આશ્રમના મહંત માતાજી વિશ્વાનંદદેવી દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ હેતુ પંચયાગ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર શ્રાવણ માસ દરમિયાના સવારથી સાંજ સુધી બ્રામ્હણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે.
મનુષ્ય પોતાના માટે તો ઘણું કરે છે પરંતુ જેમણે જાહોજહાલી અને સુખસાયબી છોડી અને સમગ્ર સ્તુષ્ટિના કલ્યાણ માટે ભગવો ભેખ ધારણ કરાયો છે તેવા સાધુ-સંતોની આ પવન ભૂમિ છે. આ ધરતી પર જો ધર્મ ટકી રહ્યો હોય તો આવા સાધુના પ્રતાપે છે, ત્યારે હાલમાં વિશ્વમાં જે આતંકવાદથી મહાસતાઓ પર હચમચી ગઈ છે , ત્યારે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને સમગ્ર વિશ્વમાં એક કુટુંબની ભાવના થાય, તેવા નિશ્વાર્થ ભાવે ઉમરાળા તાલુકાના જાળિયા શિવકુંજ આશ્રમમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પંચયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે,
આ પંચયાગ મહાયજ્ઞ હેમાદ્રી શ્રાવણ વૈશ્વદેવ નંદીશ્રદ્ધા અષાઢ વદ અમાસ થી શરુ કરીને સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયના કરવામાં આવે છે, પ્રથમ પાંચ દિવસ ગયેશયાગ, ત્યારબાદ ત્રણ દિવસ સુધી વિષ્ણુયાગ, દશ દિવસ સુધી મહારુદ્રયાગ, બે દિવસ નવચંડીયાગ, પાંચ દિવસ મહાકાલભૈરવ યાગ, જેવા યજ્ઞો કરવામાં આવે છે, આ પ્રસંગે આજુબાજુ થી સંતો- મહંતો અને ગામલોકો,રાજકીય આગેવાનો, બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો આ મહાયજ્ઞનો લાભ લેવા માટે આવી રહ્યા છે, દિવસ દરમિયાન શિવકુંજ આશ્રમ બ્રમ્હાણના વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠે છે અને યજ્ઞની આહુતિ થી વાતાવરણ ભક્તિમય બની જાય છે,
સમગ્ર શ્રાવણ માસમાં ચાલતા આ યજ્ઞ દરમિયાન આશ્રમ ખાતે સદાવ્રત ચાલુ રાખવામાં આવે છે જ્યાં રોજ હજારો ભાવિકો પ્રસાદીનો લાભ લે છે, સાંજના સાંય આરતી બાદ રોજ રાત્રે ભજન-સંતવાણી કીર્તન નું આયોજન કરવામાં આવે છે,તેમજ ગામના વડીલ માતા બહેનો દ્વારા રોજ રાસ ગરબા લેવામાં આવે છે, આમ સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશ્વશાંતિ માટે આ પંચયાગ મહાયજ્ઞ થઇ રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો