BREAKING

ઉમરાળા તાલુકામાં ઓરી રુબેલા કેમ્પઈનને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ

તસ્વીર સૌજન્ય.નિલેશ આહીર ઉમરાળા

ઉમરાળા

હાલમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતભરમાં ઓરી રુબેલા કેમ્પઈન ચાલુ છે જેમાં ગુજરાતના નવ માસથી પંદર વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રુબેલા રસીથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉમરાળા તાલુકાના 16000 બાળકો માંથી માત્ર પંદર જ દિવસમાં 12000 બાળકોને આ રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. મેડીકલ ઓફિસર ડૉ. સંજય બારૈયાની યાદીમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના લાયજન ઓફિસર ગજ્જર સાહેબ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી અને આશા બહેનો એ ખૂબ જહેમત ઉઠાવી છે સાથે સાથે તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, અને ગ્રામજનોનો ખુબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે. લોકોએ પોતાના બાળકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાઈને  ગભરાયા વિના આ રસી અપાવી છે. રસીકરણ બાદ કોઈપણ બાળકને આડઅસર જોવા મળી નથી તમામ બાળકો ભવિષ્યને સુરક્ષિત કરીને ઓરી-રુબેલા રસી અપાવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો