BREAKING

અમરોલી-સ્ટાર હોમ્સ સોસાયટીમાં નવનિર્મિત રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.









અમરોલી બ્યુરો.
અમરોલી ખાતે આવેલ સ્ટાર હોમ્સ સોસાયટી માં નવનિર્મિત રાધાકૃષ્ણ ના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉત્સાહ અને ધર્મ ભક્તિના ભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.

સુરતના અમરોલી ખાતે આવેલ સ્ટાર હોમ્સ સોસાયટીમાં નવનિર્મિત રાધાકૃષ્ણ મંદીરનો પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ ઉજવાઈ ગયો, પાટોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, બાદમાં મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રમનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ યોજવામાં આવ્યો હતો, સાથે સાથે સ્વતંત્ર પર્વ હોવાથી તમામ લોકો દ્વારા સામુહિક રાષ્ટ્ગાન કર્યું હતું. અને સાથે સાથે રાત્રીના કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં મટકી ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાર હોમ્સ યુવા ગ્રુપ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો