BREAKING

સીએમ રૂપાણીએ મહાનગરોમાં હોસ્પિટલમાં જઈ સ્વાઈફલુ વોર્ડની મુલાકાત લીધી.


સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે સીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રૂપાણીએ કહ્યું હતું કે મને ઘણા લોકોએ સલાહ આપી કે સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત ન લેવી, પરંતુ મારે લોકોની વ્યથા જાણવી હતી.

રાજકોટ સિવિલની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ હોસ્પિટલના ઉચ્ચ આધિકારી સાથે મિટિંગ કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતાં રૂપાણીએ કહ્યું કે મને ઘણા લોકોએ સલાહ આપી હતી કે હોસ્પિટલની મુલાકાત ન લેવી. હોસ્પિટલની મુલાકાતથી સ્વાઇન ફ્લૂનો ચેપ લાગી શકે છે, પરંતુ મારે લોકોની વ્યથા જાણવી હતી. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની અસર દેશમાં સૌથી વધુ છે, તેને ડામવા કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં 68% સ્વાઇન ફ્લૂના કેસ મહાનગરોમાં નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટભરના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો